નિરવ મોદી સામે ધરપકડ વોરંટ જારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લંડન : પંજાબ નેશનલ બેંકમાં ૧૩૦૦૦ કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરવાના મુખ્ય આરોપી નિરવ મોદી ઉપર સકંજા વધુ મજબૂત બની રહ્યો છે. કૌભાંડને અંજામ આપીને બ્રિટન ફરાર થઇ ગયેલા અબજાપતિ જ્વેલરની સામે લંડનના વેસ્ટ મિનિસ્ટર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હવે તેની કોઇપણ સમયે ધરપકડ કરવામાં આવી શકે છે. સીબીઆઈએ ઇન્ટરપોલ અને બ્રિટનના સત્તાવાળાઓને સંપર્ક કરીને ફરાર આરોપીની સામે રેડ કોર્નર નોટિસ ઉપર કાર્યવાહી કરીને તરત ધરપકડ કરવાની માંગ કરી છે. તપાસ સંસ્થાઓ નિરવ મોદીના ભારત પ્રત્યાર્પણના પ્રયાસમાં છે.

Share This Article