કોચી : કેરળમાં નિપાહ વાયરસના વધુ બે દર્દીઓ સપાટી પર આવતા ખળભળાટ મચી ગયો છે. નિપાહ વાયરસના વધુ બે દર્દીઓના રિપોર્ટને સમર્થન મળ્યા બાદ અન્ય તમામ દર્દીઓથી તેમને અલગ કરી દેવામાં આવ્યા છે. અલગ વોર્ડમાં તેમને શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કેરળમાં વધુ બે દર્દીઓ સપાટી પર આવ્યા બાદ કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધીને સાત થઇ ગઇ છે. એર્નાકુલમમાં એક ૨૩ વર્ષીય વિદ્યાર્થી વાયરસના સકંજામાં આવી ગયો છે.
તમામ દર્દીઓને એર્નાકુલમની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામના સેમ્પલ ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે. સરકારે કહ્યું છે કે, જુદા જુદા જિલ્લાના ૩૧૧ લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. આ વિદ્યાર્થી આ ૩૧૧ લોકોના સંપર્કમાં આવ્યો હતો. કેરળના આરોગ્ય મંત્રી કેકે શેલજાએ કહ્યું છે કે, પૂણે Âસ્થત સંસ્થા એનઆઈવીમાં વિદ્યાર્થીના લોહીના નમૂનાની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસના રિપોર્ટ આવી ગયા છે.
આ પહેલા પણ રિપોર્ટના નમૂના લેવામાં આવ્યા હતા. સરકારે કહ્યું છે કે, જે ત્રણ ચાર લોકોએ વિદ્યાર્થીની સારવાર કરી હત તેમની પણ તપાસ ચાલી રહી છે. કુલ ૩૧૧ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે ૩૧૪ લોકોને બાજ નજર હેઠળ રાખવામાં આવી રહ્યા છે તે પૈકી ત્રણને હાઇ રિસ્ક કેટેગરીમાં પણ રાખવામાં આવ્યા છે.
આ લોકો એ છે જે એર્નાકુલમના વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યા હતા. અથવા તો તેની સાથે એક રૂમમાં ૧૨ દિવસ કરતા વધારે સમય સુધી રહ્યા હતા. તબીબોમાં પણ ભારે દહેશત ફેલાઇ ગઇ છે.