નિપાહ વાયરસને ધ્યાનમાં રાખીને કેરળ તરફથી નિકાસ થતા ફળો અને શાકભાજી પર સાઉદી અરબ તરફથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તારીખ 29 મે ના રોજ સાઉદી અરબે કેરળથી આવતી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
યુનાઇટેડ આરબ અમિરાતે અધિકારીઓને જણાવ્યું હતું કે, કેરળથી આયાત કરવામાં આવેલા 100 ટન ફળો અને શાકભાજીના પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. UAEની આરોગ્યની એક કંપનીએ કેરળ સરકારને નિપાહથી લડવા માટે ઉપચાર સામગ્રી મોકલી છે. ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસથી અત્યાર સુધીમાં કેરળમાં 16 લોકોના મોત થયા છે.