મલેશિયા, સિંગાપોર અને બાંગ્લાદેશ થઇને ભારતમાં આવ્યો નીપા વાઇરસ(એનઆઇવી) પ્રાણીઓમાંથી માનવીમાં ટ્રાન્સમીટ થાય છે.

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉલ્લેખનીય છે કે આ વાઇરસ નવો છે. સૌપ્રથમ ૧૯૯૯માં આ વાઇરસ બહાર આવ્યો હતો. તે સમયે પશુપાલકો ખેડૂતોમાં આ વાઇરસ જોવા મળ્યો હતો અને ભૂંડ દ્વારા તે ફેલાયો હતો. મલેશિયા અને સિંગાપોરમાં ૧૯૯૯માં પીગના પાલકોમાં વાઇરસ ફેલાતા અનેકના મોત નિપજ્યા હતા.

તે સમયે ૩૦૦ કેસ સામે આવ્યા હતા અને ૧૦૦થી વધુના મોત નિપજ્યા હતા. વાઇરસને ફેલાતો રોકવા માટે હજારો પીગની હત્યા કરવામાં આવી હતી. જેને પગલે મલેશિયાને આર્થીક રીતે પણ મોટુ નુકસાન થયું હતું. બાદમાં ધીરે ધીરે અન્ય દેશોમાં આ વાઇરસ ફેલાયો, ૨૦૦૪માં બાંગ્લાદેશમાં તેની અસર થઇ હતી. ભૂંડ ઉપરાંત ચામાચીડીયા દ્વારા પણ આ વાઇરસ ફેલાય છે.

ભારતમાં આ પહેલા ૨૦૦૧ અને ૨૦૦૭માં પ. બંગાળમાં આ વાઇરસ આવ્યો હતો, જેમાં ૫૦ના મોત નિપજ્યા હતા. આ વાઇરસ ત્રણ રીતે ફેલાય છે સામાન્ય રીતે તો આ વાઇરસ ચામાચીડીયામાં જ વધુ જોવા મળે છે. ચામાચીડીયા જંગલોમાં વધુ હોય છે. તેઓ જે ફળને ખાય છે તે ફળ બાદમાં માર્કેટ થકી માનવી સુધી પહોંચે છે. એટલે કે આવા ફળ ખાવાથી આ વાઇરસ ફેલાય છે.

બીજુ એક કારણ ચામાચીડીયા કે ભૂંડના સીધા સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસ ફેલાય છે. ત્રીજુ એક કારણ જે વ્યક્તીને આ વાઇરસનો ચેપ લાગ્યો હોય તેની પાસે જવાથી કે તેના સંપર્કમાં આવવાથી પણ આ વાઇરસનો ચેપ લાગી શકે છે.

 

Share This Article