ફિલ્મ ટોટલ ધમાલને લઇને નિહારિકા ખુબ જ ઉત્સુક છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  કોમેડી ફિલ્મ ટોટલ ધમાલમાં કામ કરી રહેલી અભિનેત્રી નિહારીકા પોતાની આ ફિલ્મને લઇને ખુબ જ ઉત્સુક છે. તેનું કહેવું છે કે, સોશિયલ મિડિયા ઉપર ટ્રોલ થવાની બાબત સારી બાબત છે. કેટલાક લોકો આનાથી નફરત કરે છે પરંતુ નિહારીકા માને છે કે, સોશિયલ મિડિયા ઉપર ટ્રોલિંગ સારી બાબત છે. આમા કેટલીક ખરાબ બાબત જાડાયેલ છે પરંતુ એકંદરે ટ્રોલિંગ સારી બાબત છે. ટ્રોલિંગમાં ખરાબ અને સારી બંને ચીજા રહેલી છે. જે વ્યક્તિ દરેક બાબતોને ખુલ્લીરીતે રજૂ કરવા માંગે છે તેના માટે ટ્રોલિંગ સારી ચીજ છે. જે વ્યક્તિ માટે કેટલીક મર્યાદાઓ છે તેના માટે આ ચીજ અલગ મહત્વ રાખે છે.

તેનું કહેવું છે કે, તેના જેવી અભિનેત્રી માટે ટ્રોલિંગ સારી બાબત છે કારણ કે લોકો હંમેશા તેને સેક્સી તરીકે બોલાવે છે. ટોટલ ધમાલ ફિલ્મની રજૂઆતની તારીખને લઇને પુછવામાં આવતા નિહારીકાએ કહ્યું હતું કે, આ વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ રજૂ કરવામાં આવનાર હતી પરંતુ હવે આ ફિલ્મને આગામી વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવશે. તેનું કહેવું છે કે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. જા નિર્માતાઓ નિર્ણય લે છે તો કલાકારો તેમાં કોઇ પ્રતિક્રિયા આપી શકે નહીં. ફિલ્મને વધુ યોગ્યરીતે ઓપ આપવા ફિલ્મ નિર્માતાઓની ઇચ્છા છે. ટોટલ ધમાલ ફિલ્મમાં અનિલ કપૂર, રિતેશ દેશમુખ, અર્શદ વારસીની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ હવે ફેબ્રુઆરી ૨૦૧૯માં રજૂ કરવામાં આવે તેવી યોજના છે. બોક્સ ઓફિસ ઉપર જે રીતે ધમાલ ફિલ્મે ધૂમ મચાવી હતી તેવી જ રીતે આ ફિલ્મ પણ જારદાર સફળતા હાંસલ કરે તેવી તેણે આશાવ્યક્ત કરી છે. વેલેન્ટાઇન ડેની આસપાસ ફિલ્મને રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે જેથી લોકોને ફિલ્મ જાવા માટે વધારે સમય મળી શકશે. આમા કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે જેમાં થ્રીડી કેમેરાનો સમાવેશ થાય છે.

 

 

 

Share This Article