મુંબઇ: ટીવી શો બિગ લિટિલ લાઇઝમાં સ્થાનિક હિંસાની શિકાર થયેલી મહિલાનો રોલ અદા કરીને ભારે લોકપ્રિયતા મેળવી લેનાર અને એવોર્ડ પણ પોતાના નામ પર કરી લેનાર અભિનેત્રી નિકોલ કિડમને એક ખુલ્લો પત્ર લઇને હાલમાં સ્થાનિક હિંસાનો શિકાર થઇ રહેલી મહિલાઓનો મામલો ઉઠાવ્યો છે. રિપોર્ટસમાં કહેવામાં આવ્યુ છે કે નિકોલ કિડમેને આ પત્ર પોર્ટર મેગેજિનના નવા મુદ્દા પર લખ્યો છે. નિકોલે કહ્યુ છે કે આ બાબત તેની સાથે ક્યારેય બની નથી કે એક બાળકી તરીકે જન્મી છે તો તેને નુકસાન થયુ છે. આ વિચાર તેના ડીએનએના હિસ્સા તરીકે છે.
તેનુ કહેવુ છે કે પુરૂષો અને મહિલાઓ એક સમાન છે. તેમનો એકસમાન દરજ્જા છે. તેનુ કહેવુ છે કે એક મજબુત નારીવાદી માતા અને પિતાનુ જમજબુત સમર્થન કેરિયરમાં મળ્યુ છે. તેમના કારણે તે હોલિવુડ કેરિયરને ખુબ આગળ વધારી શકી છે. તેનુ કહેવુ છે કે તે હજુ પણ કેટલાક સારા પ્રોજેક્ટ અને સામાજિક કાર્યો સાથે જાડાયેલી છે. સંયુક્ત રાષ્ટ્રની જુદી જુદી કામગીરી માટે પણ તે સક્રિય થયેલી છે. દુનિયાભરમાં મહિલાઓ કઇ કઇ તકલીફનો સામનો કરી રહી છે તે બાબતથી તે વાકેફ હોવાના કારણે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે.
તે હવે મહિલાઓ સાથે જાડાયેલા વિષય પર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂઆત કરી રહી છે. ગયા મહિવામાં જ એમી એવોર્ડ જીતી જનાર અભિનેત્રી નિકોલ કિડમને કહ્યુ છે કે તે એવી મહિલાઓ સુધી પોતાના અવાજને પહોંચાડી રહી છે જે હિંસાના અનુભવમાંથી નિકળી ચુકી છે. તેમની લાઇફને તે નજીકથી નિહાળી ચુકી છે. આગામી સમયમાં મહિલાઓ માટે લડત ચલાવવાની પણ માંગ કરવામાં આવી છે.