નિકની એક્સ દુ:ખી, કહ્યું પ્રિયંકા સાથે નથી કરી શકતી બરાબરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજકાલ અમેરિકન સિંગર નિક જોનાસ સાથે ફરતી જોવા મળે છે. એવી અફવા છે કે નિક અને પ્રિયંકા એકબીજા સાથે રિલેશનશીપમાં છે. બંને એટલા નજીક આવી ગયા છે કે હાલમાં  જ પ્રિયંકા તેની માતા મધુને મલાવવા માટે નિકને અમેરિકાથી મુંબઇ લઇને આવી હતી. બાદમાં મુકેશ અંબાણીના દિકરી આકાશની સગાઇમાં લઇ ગઇ હતી અને ફેમિલી સાથે ગોવા પણ ફરવા ગયા હતા.

આ ખબરોથી નિક જોનાસની એક્સ ગલફ્રેંડ ડેલ્ટા ખૂબ દુખી છે. નિક અને ડેલ્ટા 2011માં ખૂબ સિરિયસ રિલેશનશીપમાં હતા. 2012માં બંનેનુ બ્રેક અપ થઇ ગયુ હતુ. ડેલ્ટાને હતુ કે ક્યારેક બંનેની વચ્ચે બધુ સારુ થઇ જશે. પ્રિયંકાના આવ્યા બાદ હવે ડેલ્ટાની બધી આશા પર પાણી ફરી વળ્યુ છે. ડેલ્ટાએ જણાવ્યુ હતુ કે તે પ્રિયંકાની બરાબરી નથી કરી શકતી કારણકે પ્રિંસ હેરીની વાઇફ મેગજ જેવા મિત્રો પ્રિયંકા પાસે છે.

પ્રિયંકા અને નિકની દોસ્તી ધીરે ધીરે વધતી જાય છે. ફાધર્સ ડે ના દિવસે પ્રિયંકાએ નિકના પિતાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાના શરૂ કરી દીધા હતા.

Share This Article