ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર, મધ્ય પ્રદેશના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય મહેમાનો સાથે નિકટૂન્સના મોટુપતલુ, રુદ્ર અને અભિમન્યુ બાળકો અને દોઢ લાખ લોકોને યોગાના લાભો વિશે માહિતગાર કરતાં જોવા મળ્યા હતા ~
ભારત, 21મી જૂન, 2023: શ્રેણીમાં આગેવાન અને બાળકોના મનોરંજનમાં આગેવાન નિક્લોડિયન દ્વારા બેજોડ, નાવીન્યપૂર્ણ અને સહભાગી અનુભવ સાથે દેશભરના લાખ્ખો યુવા દર્શકોને સફળતાથી પહોંચી વળવામાં આવી રહ્યા છે. યોગાને દરેક બાળકના જીવનનો નિત્યક્રમ બનાવવાના તેના હાલના પ્રયાસના ભાગરૂપે નિક્લોડિયન દ્વારા ફરી એક વાર જોડાણના લાગલગાટ ચોથા વર્ષની ખુશીમાં તેની ફ્લેગશિપ કેમ્પેઈન #YogaSeHiHoga હેઠળ યોગાના અનેક લાભો વિશે યુવાનોને માહિતગાર અને પ્રેરિત કરવા માટે આયુષ મંત્રાલય સાથે ભાગીદારી કરવામાં આવી છે. કેમ્પેઈનના ભાગરૂપે નામાંકિત જોડી મોટુ- પતલુ, મેજિકટૂન રુદ્ર અને શહેરમાં નવીનતમ એલિયન અભિમન્યુ જબલપુરમાં દેશના સૌથી મોટા યોગા કાર્યક્રમ ખાતે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવતાં જોવા મળ્યા હતા, જ્યાં ભારતના ઉપ- રાષ્ટ્રપતિ જગદીપ ધનખર, મધ્ય પ્રદેશના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને અન્ય મહેમાનો પણ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવા માટે જોડાયા હતા.
ગેરિસન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમમાં દોઢ લાખ લોકો સાથે યોગા કરતાં નિક્ટૂન્સે તેમની બેસુમાર ઊર્જા અને રમતિયાળ જોશ સાથે યોગાસનને બાળકો માટે મોજીલી અને પ્રેરક આસન બનાવ્યાં હતાં. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ વિડિયો સંદેશમાં સહભાગીઓને યોગાના મહત્ત્વ અને તે કરવાનાં મૂલ્યો વિશે સમજ આપી હતી. નિકટૂન દ્વારા યોગાના ખુશી ફેલાવવા સાથે હાજર લોકોના મનમાં સ્વસતર્કતાનું ભાન પણ કેળવ્યું હતું.
લાગલગાટ ચોથા વર્ષમાં નિક્લોડિયન સાથે સહયોગ પર બોલતાં આયુષ મંત્રાલયનાં જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી કવિતા ગર્ગે જણાવ્યું હતું કે, “આયુષ મંત્રાલયે યોગાસનને પ્રમોટ કરવા નાવીન્યપૂર્ણ પહેલોને સતત ટેકો અને પ્રોત્સાહન આપ્યાં છે. નિક્લોડિયન અને આયુષ મંત્રાલય વચ્ચે દીર્ઘ સ્થાયી સહયોગ બાળકોના જીવન પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે મનોરંજન અને શિક્ષણની શક્તિ એકત્ર કઈ રીતે આવી શકે તેનો દાખલો બેસાડ્યો છે. અમને #YogaSeHiHoga પહેલ સાથે વર્ષ દર વર્ષ નિક્લોડિયન દ્વારા નિર્માણ કરેલું પરિવર્તન જોવાની બેહદ ખુશી છે. આ પહેલનું લક્ષ્ય બાળકોના જીવનમાં યોગાનો નિયમિત હિસ્સો બનાવવાનું અને યુવા ઉંમરે મોટુ અને પતલુ જેવાં વહાલાં પાત્રો થકી તેમનું ધ્યાન દોરવાનું છે અને અમે આપણી ભાવિ પેઢીને સહભાગી કરવા એકધાર્યા પ્રયાસ કરવા માટે ઉત્સુક છીએ.”
નિક્ટૂન્સ #YogaSeHiHoga જેવી પહેલો થકી બાળકમાં સ્વસ્થ મન અને શરીરની સક્રિય રીતે હિમાયત કરે છે. 2019માં નિક્લોડિયને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવ્યો હતો, જેમાં નિક્ટૂન્સ મોટુ-પતલુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને 40,000 લોકો સાથે પ્રભાત તારા ગ્રાઉન્ડ્સ, રાંચી ખાતે યોગાસન કર્યાં હતાં અને મુંબઈની સૌથી ભવ્ય યોગા ઈવેન્ટ યોગા બાય ધ બે સાથે જોડાણ કર્યું હતું. નિક્લોડિયન યોગાની આદતો કેળવવા અને સ્વસ્થ ઈમ્યુન સિસ્ટમ નિર્માણ કરવા તેના મહત્ત્વને આલેખિત કરવા માટે આયુષ મંત્રાલય સાથે ભાગીદારીમાં વર્ચ્યુઅલ રીતે યોગા દિવસની ઉજવણી કરી રહી છે. ડિજિટલ ભાગીદારી ઈન્ટરએક્ટિવ પોસ્ટ્સ, વિડિયોઝ થકી વ્યાપક રીતે પ્રમોટ કરવામાં આવી રહી છે, જે પછી રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા ડિજિટલ માધ્યમો થકી એકત્રિત 6,30,000 માતાઓ અને બાળકો સુધી પહોંચી હતી અને 3000થી વધુ એન્ટ્રીઓ બ્રાન્ડના મંચ પર આયોજિત યોગા સ્પર્ધા હેઠળ પ્રાપ્ત થઈ હતી.