નિક ઈન્ડિયા દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે અવિસ્મરણીય અવસરો નિર્માણ કરવા માટે ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે ભાગીદારીમાં બાળકોના ફેવરીટ નિકટૂન્સ ચીકુ બંટી અને બાળકોએ નિક થીમની પતંગો ઉડાવી ~
આ મકર સંક્રાંતિ પર અમદાવાદનું રિવરફ્રન્ટ ઉજવણીનું સ્થળ બની ગયું હતું, કારણ કે નિક ઈન્ડિયા દ્વારા ગુજરાત ટુરીઝમના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સાથે ભાગીદારી કરી હતી, જેને લઈ પરંપરાની ખુશી અને નિક્ટૂન્સની ઊર્જા એકત્ર આવતાં પરિવારોને મોસમની ઉજવણી કરવાની મોજી રીત મળી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી ઊભરાઈ ગયું હતું ત્યારે આ મહોત્સવે બાળકોને પારંપરિક ઉજવણીમાં મોજીલો વળાંક ઉમેરીને તેમનાં મનગમતા નિકટૂન્સ ચીકુ અને બંટી સાથે પતંગ ઉડાવવાની અજોડ તક આપી હતી.
રિફ્રન્ટ વ્યાપક ઊર્જાથી ઊભરાઈ ગયું હતું, જેની સાથે નિક્ટૂનની જોડી ચીકુ અને બંટી સાથે બાળકોએ વિશેષ ડિઝાઈનનાં નિક- થીમના પતંગો ઉડાવ્યાં હતાં, જેને લઈ આકાશ ઊજળા નારંગી અને સફેદ રંગના પતંગોથી ઊભરાઈ આવ્યું હતું. બાળકોએ આ વહાલી જોડીને અસલ જીવનના મિત્રોની જેમ ગણતાં તેમની સાથે ગપ્પા માર્યા હતા, પતંગ ઉડાવવાની ટિપ્સનું આદાનપ્રદાન કર્યું હતું અને તેમની સાથે તસવીરો પણ પડાવી હતી. તેમણે ચીકુ અને બંટીની પતંગો જીતે તે માટે ઉત્સુકતાથી ચિયર્સ પણ કર્યું હતું. 50,000 લોકોની હાજરી સાથે આ ઈવેન્ટ જોવા જેવી બની હતી, કારણ કે સાફ ભૂરું આકાશ રંગબેરંગી પતંગોથી ઊભરાઈ ગયું હતું. આ અનુભવ પ્રેમ, સમુદાય અને સંસ્કૃતિની ઉજવણી એવા મકર સંક્રાંતિના જોશની ઉત્તમ રીતે અધોરેખિત કરે છે.
ગુજરાત પ્રવાસન અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. નિક ઈન્ડિયા અને તેમના વહાલાં નિક્ટૂન્સ ચીકુ બંટીના સહભાગને કારણે આ વર્ષના મહોત્સવમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો, જેમાં બાળકો અને પરિવારો જોશભેર જોડાયા હતા. અમે સ્મિત લાવે, ઉત્સવનો જોશ ફેલાવે અને બધા માટે અવિસ્મરણીય યાદો નિર્માણ કરે તે માટે આવાં વધુ જોડાણ કરવા ઉત્સુક છીએ.’’
આ જોડાણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વધુ રોમાંચ લાવી દીધો હતો, જે શહેરમાં પ્રતિકાત્મક ઈવેન્ટ બની છે. ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ગુજરાત ટુરીઝમ સાથે જોડાઈને નિક ઈન્ડિયાએ બાળકોને ગમે તેવું પ્રભાવશાળી સાંસ્કૃતિક જોડાણ નિર્માણ કરીને અને આનંદિત અનુભવો પ્રદાન કરીને પોતાની કટિબદ્ધતા દર્શાવી છે.