ક્રિસમસ ખાસ કરીને બાળકો માટે ચમત્કાર અને અજાયબીઓનો સમય હોય છે. ઝગમગતી સજાવટો, ખુશીભર્યા કેરોલ્સ અને સાંતાની બહુપ્રતિક્ષિત મુલાકાતના રોમાંચ સાથે આ હોલીડે સીઝન આબાલવૃદ્ધો સૌને સ્પર્શે એવું વાતાવરણ નિર્માણ કરે છે. અને આ વર્ષે તેમની #ScanToWin કેમ્પેઈન હેઠળ નિક ઈન્ડિયા અમદાવાદમાં હોલીડે ખુશી લાવીને ઘણી બધી મજેદાર પ્રવૃત્તિઓ અને સરપ્રાઈઝીસ સાથે બાળકો માટે ખરેખર દિવસ વિશેષ બનાવી દીધો હતો.


આ તહેવારનો જોશ વિસામો કિડ્સ ફાઉન્ડેશન ખાતે યોજાયો હતો, જ્યાં બાળકોએ હોલીડે સીઝનની ખરા અર્થમાં ખૂબીઓ મઢી લેતી વિવિધ પ્રવૃત્તિઓમાં સહભાગી થયા હતા. આ ઉજવણીએ બાળકોને ઈન્ટરએક્ટિવ ઓન-એર #ScanToWin કેમ્પેઈનમાં ડોકિયું કરાવ્યું હતું. તેને જીવંત કરવા માટે બે થીમ્ડ ગિફ્ટ બોક્સ બાળકો સમક્ષ ગોઠવવામાં આવ્યાં હતાં. મોજમસ્તીભરી ચેલેન્જ થકી તેમણે પોતાને વિશેષ ભેટ આપતું બોક્સ સ્કેન કરીને તેને પસંદ કરવાનું હતું, જેને કારણે વાતાવરણમાં હાસ્ય અને ખુશી છવાઈ ગયાં હતાં. આ હૃદયસ્પર્શી પ્રવૃત્તિ હતી, જેણે સરપ્રાઈઝીસ પ્રાપ્ત કરવાનો રોમાંચ, દરેક બાળકો માટે મજેદાર અવસર નિર્માણ કરીને રમતની ખુશી સાથે સુંદર રીતે જોડી હતી. આ સાથે બાળકોને એક્ટિવિટી શીટ્સ અપાઈ હતી, જેમાંથી તેમણે પેપર ક્રિસમસ ટ્રી બનાવ્યા હતા. ક્રિસમસની ખુશીમાં ઉમેરો કરવા માટે નિટ ઈન્ડિયાએ ધ ડર્ટી ગૂડ કં. સાથે મળીને નેચરલ બાથ એન્ડ બોડી કેર પ્રોડક્ટોથી ભરેલાં ફેસ્ટિવ ગિફ્ટ હેમ્પર્સ તૈયાર કર્યાં હતાં, જેથી ઉજવણી વધુ વિશેષ બની રહી હતી.

નિકની #ScanToWin કેમ્પેઈને ઓન-એર વોચ એન્ડ વિન કન્ટેસ્ટ સાથે હોલીડે સીઝનમાં રોમાંચક વળાંક લાવી દીધો હતો. આ ઈન્ટરએક્ટિવ અનુભવનો હિસ્સો બનવા બાળકોએ ફક્ત નિક ચેનલ શરૂ કરવાની હતી અને તેમના સ્ક્રીન પર એક રાઈટ અને એક રોંગ એમ બ ક્યુઆર કોડ્સ જોવાના હતા. સાચો ક્યુઆર કોડ સ્કેન કરતાં તેમને મોજમસ્તીભરી ક્વિઝમાં આગળ લઈ જવાય છે, જ્યાં બાળકો તેમની વિગતો ભરીને અને પ્રશ્નોના ઉત્તરો આપીને ખાસ નિક મર્ચન્ડાઈઝ જીતવાનો મોકો મેળવી શકે છે. આ મોજમસ્તીભરી અને ઈન્ટરએક્ટિવ કન્ટેસ્ટે બાળકને તેમના ફેવરીટ શો સાથે સહભાગી થઈને તેમને ફક્ત તે જોઈને આકર્ષક પુરસ્કાર જીતવાનો રોમાંચ પણ આપ્યો હતો.
ધ ડર્ટી ગૂડ કં.ના સહ- સંસ્થાપકો રોહિણી વર્મા અને કરિશ્મા નોહવાર કહે છે, “અમને નિક સાથે તેમની #ScanToWin! ક્રિસમસ સ્પેશિયલ કેમ્પેઈનમાં જોડાવાની બેહદ ખુશી થઈ. આ સહયોગ પરફેક્ટ