પ્રિયંકાના હાથમાં નિકનો હાથ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પ્રિયંકા જ્યારથી હોલિવુડમાં ગઇ છે ત્યારથી તે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ લોસ એંજલસમાં સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા અને નિકનુ નામ સાથે આવતા જ ચર્ચા આપોઆપ થવા લાગે છે. વિદેશી મિડીયાની સાથે સાથે ભારતના મિડીયામાં પણ બંને છવાયેલા રહે છે. હાલમાં જ નિક અને પ્રિયંકા મુંબઇના બાંદ્રા વિસ્તારમાં સાથે જોવા મળ્યા હતા.

મુંબઇના બાંદ્રામાં નિક અને પ્રિયંકા આઉટિંગ માટે નિકળ્યા હતા. તેઓ એક રેસ્ટોરન્ટમાં ગયા હતા અને પબ્લિકમાં હાથમાં હાથ રાખીને ફરતા હતા. તેમની આ ઝલકને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. બંને સાથે ખુશ લાગી રહ્યા હતા. થોડા સમય પહેલા એવી ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે પ્રિયંકા અને નિક જોનાસ વચ્ચે કંઇક રંધાઇ રહ્યુ છે. આ વાતને પ્રિયંકા કે નિકે હજૂ જાહેર નથી કરી. હાલમાં જ પ્રિયંકાએ નિકના ફાધરને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મિડીયાને ચર્ચા કરવા માટે વિષય આપી દીધો હતો. હવે બંને મુંબઇમાં હાથમાં હાથ નાંખીને સાથે ફરી રહ્યા છે ત્યારે હવે જોવુ તે રહેશે કે પીસી અને નિક ક્યારે પોતાના પ્રેમને દુનિયા સામે લાવશે.

Share This Article