દાઉદની ડી-કંપની પર એનઆઈએની કાર્યવાહી ૨૦ જગ્યાએ દરોડા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ડોન દાઉદ ઈબ્રાહીમની ડી-કંપની પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈના ૨૦થી વધુ ઠેકાણાઓ પર તાબડતોબ દરોડા પાડ્યા છે. જે દાઉદના શાર્પ શૂટર્સ, તસ્કરો, ડી-કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે જાેડાયેલા છે. આ ઉપરાંત અનેક હવાલા ઓપરેટર્સ ઉપર પણ કાર્યવાહી કરાઈ છે. 

આ દરોડાની કાર્યવાહી મુંબઈના નાગપાડા, બાન્દ્રા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પર દ્ગૈંછએ દાઉદ ઈબ્રાહિમ, ડી  કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે અંતર્ગત તપાસ અને કાર્યવાહી થઈ રહી છે. અત્રે જણાવવાનું કે ડી કંપની યુએન દ્વારા પ્રતિબંધિત છે. ૧૯૯૩માં થયેલા મુંબઈ બોમ્બ વિસ્ફોટોના આરોપી દાઉદ ઈબ્રાહિમને ૨૦૦૩માં યુએનએ ગ્લોબલ આતંકી ગણાવ્યો હતો.

તેના પર ૨૫ મિલિયન ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.  દાઉદ સંલગ્ન તપાસ ગૃહ મંત્રાલયે ફેબ્રુઆરી ૨૦૨૨માં દ્ગૈંછને સોંપી હતી.  દ્ગૈંછ આતંક પર તપાસ કરનારી દેશની સૌથી મોટી એજન્સી છે. આ પહેલા ઈડી દાઉદ સંલગ્ન કેસોની તપાસ કરી રહી હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યાં મુજબ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ફંડિંગ, ડ્રગ્સ તસ્કરી, નાર્કો ટેરર, નકલી ચલણી નોટોના વેપાર અને આતંકને ફેલાવવાનું કામ કરે છે.

આ સિવાય આતંકી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવામાં પણ તેનો હાથ છે.  દ્ગૈંછ ફક્ત દાઉદ અને તેની ડી કંપની વિશે જ નહીં પરંતુ અંડરવર્લ્‌ડના અન્ય તેના સાથે છોટા શકીલ, જાવેદ ચીકના, ટાઈગર મેમણ, ઈકબાલ મિરચી (મૃત) દાઉદની બહેન હસીના પારકર (મૃત) સંલગ્ન આતંકી ગતિવિધિઓની પણ તપાસ કરશે. દાઉદ હાલ પાકિસ્તાનમાં છૂપાયેલો છે અને કહેવાય છે કે કરાચીના અત્યંત પોશ વિસ્તારમાં વારંવાર ઠેકાણું બદલતો રહે છે.

Share This Article