નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી લડવાથી માલેગાવ બ્લાસ્ટના આરોપી પ્રજ્ઞા ઠાકુરને રોકવા માટેની માંગ કરતી અરજી પર જવાબ આપતા તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૬ની પુરક ચાર્જશીટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે પ્રજ્ઞાની સામે ખટલો ચલાવી શકાય તેવા પુરાવા મળ્યા નથી. હાલમાં ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ચુંટણી પંચ તરફથી વધુ એક નોટિસ ફટકારી દેવામાં આવી હતી. વિવાદાસ્પદ નિવેદનમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે બાબરી મસ્જિદ તોડવામાં તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી અને હવે રામ મંદિર બનાવવામાં પણ મદદ કરશે.
આ પહેલા પ્રજ્ઞાએ ૨૬/૧૧ ના મુંબઈ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા હેમંત કરકરેના મામલે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. આખરે માફી માંગવાની ફરજ પડી હતી. પ્રજ્ઞાએ કહ્યું છે કે રામ મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. આ એક ભવ્ય મંદિર હશે. રામ મંદિર નિર્માણ માટે તેઓ કોઈ સમયસીમા દર્શાવી શકે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા પ્રજ્ઞાએ કહ્યું હતું કે અમે મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. બાબરી મસ્જિદને ધ્વંસ કરવા માટે પણ અમે પહોંચ્યા હતા. માળખાને તોડી પાડવામાં તેમની ભૂમિકા હતી. તેમને ગર્વ છે કે ભગવાને તેમન છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહ્યું છે કે અપરાધી જેવી વૃત્તિ કરવાની બાબત સાધ્વીમાં પહેલાથી જ જાડાયેલી છે.
૧૯ વર્ષ પહેલા અહીં ચાકુબાજી કરવામાં આવતી. હતી. મારપીટ કરવામાં આવતી હતી. પ્રજ્ઞાને એટીએસના તત્કાલીન વડા હેમંત કરકરે પર અત્યાચાર ગુજારવાના આક્ષેપ બાદ વ્યાપક નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. કરેકરેના સંદર્ભમાં પ્રજ્ઞાએ એમ કહીને વિવાદ છેડ્યો હતો. ક્ટડીમાં તેમને ખૂબ વધારે પડતા અત્યાચાર બાદ તેઓએ જ તેમને અભિષાપ આપ્યો હતો. જેના લીધે કરકરેનો મોત થયું હતું. ૨૦૦૮માં માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં પ્રજ્ઞા આરોપી તરીકે છે અને હાલમાં જામીન ઉપર છે. આ મામલાની તપાસ કરકરેના નેતૃત્વમાં કરવામાં આવી હતી.