લખનૌ : આઇએસ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ નેસનલ ઇન્વેસ્ટીગેશન અને એટીએસ દ્વારા વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. ગુપ્ત સ્થળ અને શંકાસ્પદ સ્થળો પર તપાસ જારી રહી છે. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરીને તેમની પાસેથી તમામ માહિતી કઢાવ લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તેમની પુછપરછના આધાર પર કેટલાક અન્ય ખતરનાક ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી શકે છે. આ સમગ્ર ઓપરેશન જોરદાર રીતે ચાલી રહ્યુ છે.
એવુ જાણવા મળી રહ્યુ છે કે બે ઓનલાઇન હેન્ડલર વિદેશમાં બેસીને સંગઠન સાથે જોડાયેલા લોકોને બોંબ બનાવવા માટેની માહિત આપી રહ્યા હતા. બોંબ બનાવવામાં કઇ કઇ ચીજાનો ઉપયોગ કરવામાં આવે છે તે અંગે માહિત આપી રહ્યા હતા. કઇ રતે પાઇપથી બોંબ બને છે તેની માહિતી પણ આપી રહ્યા હતા. હેન્ડલર અથવા તો તેમના આકાઓ આ લોકોને ટાઇમર અને રિમોટ કન્ટ્રોલ બોંબ કઇ રીતે બને છે તેની માહિતી આપી હતી. અમરોહા નિવાસ રઇસ વેલ્ડિંગનુ કામ કરે છે.
બોંબ બનાવવા માટે વેલ્ડરની જરૂર પડે છે. જેથી તેને સંગઠનમાં સામેલ કરવામાં આવ્યો હતો. રઇસનો ભાઇ સઇદ શાકભાજીની લારી લગાવે છે. આ લોકો પોતાની કમાણીથી સંગઠનની ગતિવિધી ચલાવી રહ્યા હતા. સોશિયલ મિડિયાથી જેહાદી વિડિયો પણ મોકલી દેવામાં આવ્યા હતા. હવે હેન્ડલરની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. સોહેલ મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. જેની પાસેથી વધુ વિગત કઢાવી લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અનેક ચોંકાવનાર ખુલાસા આમાં થઇ શકે છે.