અમદાવાદઃ ફેર પ્રાઈઝ ફાર્મસી સ્ટોરનું ઉદ્ઘઘાટન રવિવારના રોજ અમદાવાદના અસારવા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પાસે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ એક એવો મેડિકલ સ્ટોર છે કે જેમાં જેનેરિક દવાઓ પર ૧૫ ટકાથી ૮૦ ટકા સુધીની રાહત આપવામાં આવશે. ભારતનું એક માત્ર સ્થાન જે જુદી જુદી કડીઓથી અલગ અલગ પ્રકારની ૧૫૦૦૦થી વધારે દવાઓ એક જ સ્થળેથી મેળવી શકાશે. ઉપરાંત સસ્તા દરે દવાઓ લોકો સુધી પહોંચાડવા શહેરની વિભિન્ન એનજીઓ ફેર પ્રાઈઝ સાથે જોડાશે.
આ પ્રસંગે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, ડીસાના ધારાસભ્ય શશીકાન્ત પંડ્યા, ફોર્મર ડીજીપી ગુજરાત પી.પી. પાન્ડે, ડો.એમ.એમ. પ્રભાકર, એડિશનલ ડિરેક્ટર (મેડિકલ એજ્યુકેશન) એન્ડ સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અને ડો. વિનિત મિશ્રા (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓપ્સટ્રેટિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ, આઇકેડીઆરસી હોસ્પિટલ) પણ ઉપસ્થિત રહ્યા હતાં.
WHO – GMP પ્રમાણિત દવાઓની સાથે જેમાં ભારતીય તથા ઈમ્પોર્ટેડ (બ્રાન્ડેડ તથા જેનેરિક) દવાઓ પણ આ ફાર્મસી સ્ટોર પર મળશે. ઉપરાંત બ્રાન્ડેડ હોમિયોપેથિક તથા આયુર્વેદિક ઉત્પાદનો પણ મળશે.
ફેર પ્રાઈઝના સ્થાપક પ્રેમ સાગર તિવારીએ જણાવ્યું કે, “દવાઓ તથા સ્વાસ્થ્ય સેવાઓ વિશે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સોશિયલ મિડિયા, બ્લોગ્સ તથા બૂકલેટ્સ દ્વારા શિક્ષિત અને જાગૃતતા ફેલાઈ રહી છે. અમારા ફાર્મસી સ્ટોર પર જેનરિક દવાઓમાં ૧૫ ટકા થી ૮૦ ટકા સુધીની રાહત મળી શકશે. ઉપરાંત ગ્રાહકોને નિઃશુલ્ક હોમ ડિલીવરીની સેવા પણ મળી રહેશે. તમામ દવાઓની કિંમત એટલે કે, પૈસાની બચત થશે, જેથી ગ્રાહકો બીજી જરૂરિયાતો પૂરી કરી શકશે. દુનિયાભરના ગ્રાહકો સુધી દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે એક ઓનલાઈન સ્ટોર બનાવવાની અમારી યોજના છે.”
અમદાવાદના વિવિધ વિસ્તારો જેવા કે- સેટેલાઈટ, થલતેજ, પાલડી, મણિનગર, શાહીબાગ, સાબરમતી, પ્રગતિનગર, વાસણા-હડમતિયા ગામ, મેમનગર, આકૃતિ સોસાયટી, અસારવા, નરોડા, પાલડી, આંબાવાડી, નારણપુરા તથા ઘાટલોડિયા વગેરે વિસ્તારોમાં ફેર પ્રાઈઝ ફાર્મસી સ્ટોર ઉપલબ્ધ છે.