નેપિયર : જેની ઉત્સુકતાપૂર્વક ક્રિકેટ પ્રેમીઓ રાહ જાઇ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણી આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે નેપિયરમાં રમાનાર છે. બંને ટીમો જારદાર ફોર્મમાં હોવાથી આ શ્રેણી રોમાંચક બનનાર છે. શ્રેણીમાં બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. એકબાજુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચી ચુકી છે. હવે ન્યુઝીલેન્ડમાં જીત મેળવી લેવા માટે ટીમે ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે.ઓસ્ટ્રેલિયાની જમીન પર મેચો જીત્યા બાદ ભારતીય ટીમ હવે ન્યુઝીલેન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી ચુકી છે. કાર્યક્રમ નીચે મુજબ છે.
ન્યુઝીલેન્ડ શ્રેણીનો કાર્યક્રમ
- ૨૩મી જાન્યુઆરીએ નેપિયરમાં પ્રથમ વનડે
- ૨૬મી જાન્યુઆરીએ માઉન્ટમોનગોનીમાં બીજી વનડે
- ૨૮મી જાન્યુઆરીએ માઉન્ટમોનગોનીમાં ત્રીજી વનડે
- ૩૧મી જાન્યુઆરીએ હેમિલ્ટનમાં ચોથી વનડે
- ત્રીજી ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં પાંચમી વનડે
- છઠ્ઠી ફેબ્રુઆરીએ વેલિંગ્ટનમાં પ્રથમ ટ્વેન્ટી
- ૮મી ફેબ્રુઆરીએ ઓકલેન્ડમાં બીજી ટ્વેન્ટી
- ૧૦મી ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં ત્રીજી ટ્વેન્ટી