ZEISS મેડિકલ ટેક્નોલોજી ભારતમાં વધી રહેલા ડાયાબિટીક રેટિનોપેથીના કેસો સામે લડત ચલાવવા માટે અમદાવાદના ડોકટરોને સક્ષમ બનાવે છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

• નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ (નવેમ્બર)માં ડાયાબિટીક રેટિનોપેથી નિદાન અને વ્યવસ્થાપનમાં અગ્રણી

અમદાવાદ : નેશનલ ડાયાબિટીક આઈ ડિસીઝ અવેરનેસ મંથ અંતર્ગત ભારતમાં ZEISS ગ્રૂપ પોતાના મેડિકલ ટેક્નોલોજી (MED) વિભાગ સાથે ડાયાબિટીક આંખના રોગોની વધતી જતી સમસ્યા સામે લડવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ –ઈન્ડિયા ડાયાબિટીસ (ICMR INDIAB)મુજબ વર્ષ 2023માં 10.1 કરોડ કેસ સાથે ભારત વૈશ્વિક સ્તરે ડાયાબિટીસમાં મોખરે છે. ડાયાબિટીક રેટિનોપેથી (DR) ડાયાબિટીસની એક જટિલતા અને દ્રષ્ટિ ગુમાવવાનું મુખ્ય કારણ છે.

Dr. Gazala Mansuri A Retina Specialist from Occura Eye Hospital Ahmedabad

ડાયાબિટીસ ધરાવતી પાંચ વ્યક્તિમાંથી લગભગ એક વ્યક્તિને ડાયાબિટીક રેટિનોપેથીની અસર હોય છે, જેનાથી ભારતમાં 13 મિલિયન (1.30 કરોડ) લોકો પ્રભાવિત છે અને 6.5 મિલિયન(65 લાખ) લોકો ડાયાબિટીક રેટિનોપેથી(ડીઆર) મારફતે દ્રષ્ટિ માટે જોખમનો સામનો કરે છે. (સ્ત્રોત: રિસર્ચગેટ) આ આંકડાઓ ડીઆરનું અસરકારક રીતે નિદાન અને સંચાલન કરવા માટે અદ્યતન ટેકનોલોજીની આવશ્યકતાને પ્રકાશિત કરે છે.

અમદાવાદની ઓક્યુરા આઈ હોસ્પિટલના રેટિના સ્પેશિયાલિસ્ટ ડો. ગઝલા મન્સૂરી કહે છે, ”એક નેત્ર ચિકિત્સક તરીકે હું આપણા દેશમાં ડાયાબિટીક રેટિનોપેથીના કેસોમાં ચિંતાજનક રીતે થઈ રહેલા વધારા અંગે ખૂબ જ ચિંતિત છું. આ રોગચાળો આપણા લાખો નાગરિકોની દ્રષ્ટિ અને જીવનની ગુણવત્તાને જોખમમાં મૂકે છે. આ નિર્ણાયક પરિસ્થિતિમાં ZEISSની મેડિકલ ટેક્નોલોજી અદ્યતન નિદાન અને ઇમેજિંગ તકનીકોમાં અગ્રણી તરીકે ઉભરી આવી છે, જે નેત્ર ચિકિત્સક સમુદાયને તેના પ્રારંભિક તબક્કામાં ડાયાબિટીક રેટિનોપેથીના નિદાન માટે સશક્ત બનાવે છે. ZEISSની નવીન તકનીકી-અદ્યતન સોલ્યૂશન્સ સમયસર સારવાર પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે એટલું જ નહીં પણ દર્દીને શ્રેષ્ઠ અનુભવ અને પરિણામની પણ ખાતરી આપે છે. વધતા જતા આ હેલ્થકેર પડકાર સામેની અમારી લડાઈમાં ZEISS એક અમૂલ્ય ભાગીદાર બની ગયું છે.”

ZEISS મેડિકલ ટેક્નોલોજી ડિવિઝન ડાયાબિટીક રેટિનોપેથીના મુદ્દાને ઉકેલવા અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ડાયાબિટીસ સાથે જીવતા વ્યક્તિઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. ZEISS રેટિના વર્કફ્લો પ્રારંભિક તપાસ અને દેખરેખમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જેમાં ચાર મુખ્ય પગલાં મૂલ્યાંકન અને શિક્ષિત, પ્લાનિંગ, સારવાર અને તપાસ શામેલ છે

Carl Zeiss ઈન્ડિયાના મેડિકલ ટેક્નોલોજી ડિવિઝન ડાયાબિટીક રેટિનોપેથી સામે લડવા અને ડાયાબિટીસ સાથે જીવતા વ્યક્તિઓમાં દ્રષ્ટિ ગુમાવવાના જોખમને ઘટાડવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. ડાયાબિટીક રેટિનોપેથી મેનેજમેન્ટનું ભવિષ્ય માત્ર ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલોજી પર જ નહીં પરંતુ હેલ્થકેર પ્રોફેશનલ્સના અવિરત સમર્પણ પર પણ નિર્ભર છે.

Share This Article