એક દોસ્તના પિતાની તબિયત લથડતા કેટલાક મિત્રો તેમને રીક્ષામાં લઈ હોસ્પિટલમાં ઘૂસ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અલીગઢમાં કેટલાક લોકોએ દર્દીને રીક્ષામાં લઈ હોસ્પિટલમાં જતા રહ્યા

File 01 Page 08

અલીગઢ :આમ તો કોઈ ફિલ્મમાં દેખાતા સીન જે આજની વર્તમાન જીવન પર કોઈ લાગુ પડતી નથી પણ ક્યારેક એવું પણ બને છે કે કોઈએ ફિલ્મનો એક સીન જે આજની વર્તમાન જીવનમાં બને, તેવું કોઈને વિચાર પણ ન આવે પણ આવું એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ફિલ્મમાં દોસ્તના પિતાને તબિયત બગડી જતા દોસ્ત પિતાને હોસ્પિટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સની રાહ ન જાેતા પોતાના વાહન પર લઇ જાય છે. જણાવીએ છીએ કે ૨૦૦૯માં આવેલી ફિલ્મ ત્રણ ઈડિયટ્‌સની છે.. ૩ ઈડિયટ્‌સ ફિલ્મમાં દોસ્તના પિતાની તબિયત લથડતાં હોસ્પિટલ લઈ જવાય છે તે કિસ્સો લગભગ બધાને યાદ જ હશે. આવો જ એક નજારો અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની જવાહરલાલ નહેરું મેડકિલ કોલેજમાં જાેવા મળ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે એક દોસ્તના પિતાની તબિયત લથડતા કેટલાક મિત્રો દર્દીને જવાહરલાલ નહેરું મેડકિલ કોલેજ પહોંચ્યા હતા. પરંતુ કરમની કઠણાઈ કહો કે તંત્રની બેદરકારી દર્દીને હોસ્પિટલના દરવાજેથી અંદર ઈમરજન્સી વોર્ડ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર મળ્યું નહોતું. તંત્ર પણ ગોળગોળ જવાબ આપતું હોવાથી દર્દીની સ્થિતિને જાેતા તમામ લોકોએ રિક્ષા હોસ્પિટલમાં અંદર ઘૂસાડી હતી અને દર્દીને ઈમરજન્સી વોર્ડ સુધી પહોંચ્યો હતો. જાે કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયની જવાહરલાલ નહેરું મેડકિલ કોલેજ ઉત્તર પ્રદેશમાં આવેલ છે.

Share This Article