ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ હટ્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
File 02 Page 11

મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે ઃ હવામાન વિભાગ
અમદાવાદ
: રાજ્યની જનતાને રાહત આપતી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ દૂર થશે. હવે કમોસમી વરસાદની શક્યતા નથી. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહીં રહે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૫થી ૭ દિવસ વાતાવરણ સાફ રહેશે તેમજ દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં જણાવ્યું કે, ગુજરાત પર મિચૌંગ વાવાઝોડાની અસર નહી વર્તાય. હવામાન વિભાગે જણાવ્યું કે, 10 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીના પ્રમાણમાં પણ ખાસ વધારો નહીં જાેવા મળે તેમજ તાપમાનમાં એક-બે ડિગ્રીનો ફેરફાર થઇ શકે છે. નલિયામાં 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનારા દિવસોમાં ડ્રાય અને ઠંડુ વાતાવરણ જાેવા મળશે. પવનની દિશા ઉતર પૂર્વીય રહેવાની સંભાવના છે.

Share This Article