પાર્ક કરેલી કારમાં જ રાત્રે ઊંઘી ગયેલાં ડ્રાયવરનો મૃતદેહ મળી આવતાં હડકંપ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા પ્રવાસીના ડ્રાઇવરનું મોત થયું છે.ડ્રાઇવર કારમાં જ આખી રાત ઊંઘી રહ્યાં હતા સવારે તેમનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગઇ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા પ્રવાસીના ડ્રાઇવરનું મોત થયું છે.ડ્રાઇવર કારમાં જ આખી રાત ઊંઘી રહ્યાં હતા સવારે તેમનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગઇ. ઘટના કેવડિયા અને ગભાણા વચ્ચે ના પાર્કિંગમાં  બની હતી. સમગ્ર ઘટના વિશે વાત કરીએ  વડોદરા જિલ્લાના કંડારી ગામનું એક ફેમિલી આર્ટિગા કાર લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યું હતું.

કારના ડ્રાઇવર કેવડિયા અને ગભાણા વચ્ચેના પાર્કિગમાં કાર પાર્ક કરીને કારમાં જ રાત્રે ઊંઘી ગયા હતા. સવારે તેનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો હતો. પોલીસે આ મામેલ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં એવો અનુમાન સેવાઇ રહ્યો છે કે, કાર નો દરવાજા બંધ કરી ઊંઘી  જતા ગૂંગડાઇ જવાથી  મોત થયું હોય. જો કે મોતનું કારણ જાણવા માટે મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. કેવડિયા પોલીસએ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ર્જીંય્એ દોઢ લાખના ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો

Share This Article