પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે સચિનના નામ પર રેલવે સ્ટેશન ફોટો શેર કર્યો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read
kp.comsachin tendulkar

નવીદિલ્હી : ભારતમાં સચિન નામનું રેલવે સ્ટેશન છે. અનુભવી પૂર્વ ઓપનિંગ બેટ્‌સમેન સુનીલ ગાવસ્કરે એક ફોટો શેર કર્યો છે, જેમાં તેણે આ રેલવે સ્ટેશન બતાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેશનનું નામ ક્રિકેટર સચિન તેંડુલકરના નામની યાદ અપાવે છે. એટલા માટે ગાવસ્કરે આ પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરને પણ યાદ કર્યા છે. ગાવસ્કરે આ પોસ્ટ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. અનુભવી ભારતીય ભૂતપૂર્વ બેટ્‌સમેન સચિન તેંડુલકરે પણ તેની પોસ્ટ પર ટિપ્પણી કરી છે. આ પોસ્ટ જાેતા ચાહકોએ પણ વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી.. સુનીલ ગાવસ્કરે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાના ફોટો સાથે આ સ્ટેશનની ફોટો પણ શેર કર્યો છે.

File 01 Page 20 2 1

આ સાથે તેણે સચિન તેંડુલકરને યાદ કરતી કેટલીક લાઈનો પણ લખી છે. તેમણે લખ્યું કે છેલ્લી સદીના તે લોકોમાં કેટલી દૂરદર્શીતા હશે કે તેમને સૂરત પાસે એક રેલવે સ્ટેશનનું નામ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક અને મારા પ્રિય ક્રિકેટર,પરંતુ તેનાથી પણ વધુ, મારા પ્રિય વ્યક્તિ પર રાખ્યું છે. ટીમ ઈન્ડિયા માટે ક્રિકેટ રમનાર મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરે આ પોસ્ટ પર કમેંટ કરી છે. કોમેન્ટ કરતાં તેણે લખ્યું, ‘તમારા શબ્દો મારા માટે ઘણું અર્થપૂર્ણ છે, ગાવસ્કર સર! સચિનનું હવામાન સુખદ છે તે જાેઈને આનંદ થયો.. જ્યારે સોશિયલ મીડિયા યુઝર્સ પણ ગાવસ્કરની આ પોસ્ટ પર ઘણી રસપ્રદ કમેંન્ટસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સચિન સરનું સ્વાગત છે.’ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને બેટ્‌સમેન સુનીલ ગાવસ્કર હંમેશા કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. હાલ સુનીલ ગાવસ્કર હેડલાઇન્સ બનવાનું કારણ ગુજરાત રાજ્યના સુરત શહેર નજીક મુંબઈ-અમદાવાદ-જયપુર-દિલ્હી લાઇન પર આવેલું રલવે સ્ટેશન છે. આ સ્ટેશનનું નામ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના નામ પરથી રાખવામાં આવ્યું છે. જાે કે, આ રેલવે સ્ટેશનનું નામ સચિન તેંડુલકરના નામ પર પાડવામાં આવ્યું નથી.. ગાવસ્કરે પોતાના એકાઉન્ટ પર સચિન નામના આ રેલવે સ્ટેશનનો ફોટો શેર કર્યો છે. જે બાદ ગાવસ્કરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. સુનીલ ગાવસ્કરે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે આ સ્ટેશનની તસવીર પણ શેર કર્યા પછી ક્રિકેટ ચાહકો આ પોસ્ટ પર પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. સચિન તેંડુલકર હંમેશા સુનીલ ગાવસ્કરને પોતાનો આદર્શ માને છે. જ્યારે સચિન તેંડુલકરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે વિવિયન રિચર્ડ્‌સ અને સુનીલ ગાવસ્કર તેમના આદર્શ માનતા હતા. મહત્વનું છે કે સુરતમાં સચિન જીઆઈડીસી પણ છે તેની પાસે આ રેલવે સ્ટેશન આવેલુ હોવાથી તેને સચિન રેલવે સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.

Share This Article