કચ્છમાં ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કચ્છ : આજે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છમાં પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે બાબા બાગેશ્વરની કથાનો મંડપ અસ્ત-વ્યસ્ત થયો છે. આજથી શરૂ થનારી બાબા બાગેશ્વરની કથાનો પંડાલ વરસાદના કારણે વેર-વિખેર થતો જાેવા મળી રહ્યો છે. તેના કારણે બેઠક વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થતાં આયોજકો ચિંતામાં મૂકાયા છે. આ સ્થિતિમાં આયોજકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આજે કચ્છના ગાંધીધામમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામ સહિત આસપાસના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સવારથી વાતાવરણમાં પલટા આવા બાદ વરસાદી માહોલ થયો હતો.

Page 30
Share This Article