સુશાંત સિંહ રાજપૂતના મોતના સાડા ત્રણ વર્ષ બાદ અંકિતા લોખંડેએ કર્યો આ મોટો ખુલાસો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ: ટીવીની ફેમસ એક્ટ્રેસ અંકિતા લોખંડે ઘણીવાર ‘બિગ બોસ સીઝન ૧૭’ના ઘરમાં તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે વાત કરતી જાેવા મળે છે. પોતાની જૂની યાદોને યાદ કરતા અંકિતા ઘણી વખત ખૂબ જ ભાવુક થઈ ગઈ છે. સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ ૧૭’ના લેટેસ્ટ એપિસોડમાં અંકિતા મુનાવર ફારૂકીની સામે સુશાંત સિંહ રાજપૂત અને તેના પિતાને યાદ કરતી જાેવા મળી હતી, આ બંને દુનિયામાં તેને એકલી મૂકીને જતા રહ્યા.. આ દરમિયાન અંકિતાએ વધુ એક મોટો ખુલાસો કર્યો અને કહ્યું કે તે સુશાંતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગતી ન હતી. જ્યારે મુનાવર ફારૂકીએ અંકિતાને પૂછ્યું હતું કે, તને તો ખબર જ હશે સુશાંત સાથે શું થયું. પરંતુ અંકિતાએ મુનાવરને રોકીને કહ્યું કે હા, પણ હું તેના વિશે વાત કરવા માંગતી નથી, પરંતુ અંકિતાએ મુનાવરને કહ્યું, “આજે પણ એ કહેવું મુશ્કેલ છે કે સુશાંત ત્યાં હતો. હું તેના અંતિમ સંસ્કારમાં જવા માંગતી ન હતી. પછી વિકીએ મને સમજાવી. તે પહેલી વાર હતું જ્યારે મેં કોઈ નજીકની વ્યક્તિને ગુમાવી હતી.. મુનાવર સાથે વાત કરતી વખતે અંકિતાએ કહ્યું કે હું સુશાંતને આવી હાલતમાં જાેઈ શકતી નથી . પરંતુ વિકી (અંકિતાનો પતિ) પણ સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર હતો. તેને કહ્યું કે મારે તેને અંતિમ વિદાય આપવી જાેઈએ. સુશાંત પછી અંકિતા તેના પિતાની યાદોમાં ખોવાઈ ગઈ. બિગ બોસમાં આવવાના થોડા દિવસ પહેલા જ અંકિતાના પિતાનું અવસાન થયું હતું. તેમને યાદ કરતાં અંકિતાએ કહ્યું કે હું મારા પિતા સાથે બિગ બોસ વિશે વાત કરતી હતી, અમે આ નક્કી કર્યું હતું. પરંતુ અંકિતા આગળ બોલી શકી નહીં અને તેની આંખો ફરી એકવાર આંસું આવી ગયા. ત્યારબાદ મુનાવરે તેનું ધ્યાન રાખ્યું અને અંકિતાને પ્રોત્સાહિત કરી.

Share This Article