કર્ણાટકમાં ઈલેકટ્રિક થાંભલાથી કરંટ ઉતરતા હસનામ્બા મંદિરમાં નાસભાગ, ૨૦ શ્રદ્ધાળુઓ ઘાયલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કર્ણાટકના હસન વિસ્તારમાંથી સામે આવી રહેલા સમાચાર મુજબ સ્થાનિક એક હસનામ્બા મંદિરમાં નાસભાગની ઘટના બની છે કે જેમાં ૨૦ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.. મળતી માહિતિ મુજબ મંદિરમાં ભક્તો દર્શન કરી રહ્યા હતા તે સમયે ઈલેકટ્રિક વાયર તુટી પડ્યો હતો અને તેને લઈને કરંટ લાગી રહ્યો હતો જે બાદ ભાગદોડ શરૂ થઈ ગઈ હતી જેમાં ૨૦ ભક્તોને ઈજા પોહચી હતી.

File 01 Page 06 1

અમ્મા દેવી માતાના દર્શન સમયે મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતી અને કરંટ લાગવાથી એકબીજા પર પડી હતી.. તમને જણાવી દઈએ કે ૨ થી ૧૪ નવેમ્બર દરમિયાન વાર્ષિક હસનામ્બા યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે. શુક્રવારે પણ ભક્તોની દર્શન માટે ભીડ હતી, દર્શનાર્થીઓ ભીડમાં હતા અને તે સમયે ઈલેકટ્રિક થાંભલા પરથી કરંટ લાગતા ભક્તોમાં ભાગદોડ મચી હતી.. ઈલેક્ટ્રીક શોક લાગતા જ મહિલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી. તેઓ એકબીજા પર પડવા લાગી હતી જેમાં ૨૦ જેટલા ભક્તો ઘાયલ થઈ ગયા. ભક્તોની સુરક્ષા માટે હાજર પોલીસ દ્વારા સ્થિતિને સામાન્ય બનાવવામાં આવી હતી. આ ઘટવામાં ઘાયલ ૧ ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. માહિતિ મળતા જ હાસન જિલ્લાના એસપી મોહમ્મદ સુજીતે ઘટનાસ્થળે પોહચી જઈને સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.. એસપી મોહમ્મદ સુજીતે જણાવ્યું કે, “બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ એક તૂટેલા ઈલેક્ટ્રીક વાયર લટકતો હતો ત્યારે જ લોકોતેની ઝપેટમાં આવી ગયા. કરંટ લાગવાના પગલે લોકો નાસભાગ કરવા લાગ્યા હતા. ઘટનામાં ઘાયલ લોકોને સારવાર હેઠળ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ સ્પષ્ટતા કરી છે કે તમામ ઘાયલો ખતરાની બહાર છે.. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે. એક ભક્તે જણાવ્યું કે કતારમાં ઉભેલા કેટલાક લોકોને વીજળીનો કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. મંદિરમાં ભક્તોના દર્શન માટે યોગ્ય વ્યવસ્થા નથી. તમામ વ્યવસ્થા માત્ર રાજકારણીઓ, સિનેમાપ્રેમીઓ અને મોટી હસ્તીઓ માટે કરવામાં આવી છે. અમ્મા દેવીના દર્શન કરવા માટે કતારોમાં ઉભા રહેવું પડે છે તે બાબતે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

Share This Article