તેલંગાણામાં ટ્રેનર પ્લેન ક્રેશ થતા ૨ પાયલટના મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
File 01 Page 01 2

તેલંગાણા : તેલંગાણાના ડુંડીગલમાં IAF Pilatusજ ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું છે. આ ઘટનામાં બંને પાયલોટના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. અકસ્માતનું ભયાનક દ્રશ્ય પણ સામે આવ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ એરફોર્સે આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્‌વાયરીનો આદેશ આપ્યો હતો. વિમાન દુર્ઘટનાને કારણે બે પાયલટોના મોત થયા છે.. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન ૮ઃ૫૫ કલાકે તેમના પીલાટસ તાલીમ વિમાન ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્‌સ માર્યા ગયા હતા. પાઇલોટ્‌સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરતા કહ્યું છે કે હૈદરાબાદમાં એક દુઃખદ અકસ્માત થયો છે. તેલંગાણાના ડુંડીગલમાં પિલાટસની તાલીમ દરમિયાન એક ટ્રેઈની પ્લેન ક્રેશ થયું હતું.. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર બંને પાઈલટના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે વાયુસેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે બંને પાયલટોને ગંભીર ઈજા થઈ છે પરંતુ કોઈના મૃત્યુની પુષ્ટિ કરી નથી. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પાઈલટોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Share This Article