ભારતની પ્રીમિયર સ્કૂલનો 2 દિવસીય એક્ઝિબિશન આજથી અમદાવાદમાં શરુ….

KhabarPatri News
By KhabarPatri News 6 Min Read
Premium school

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેરમાં ફરી યોજવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી.

દર વર્ષની જેમ અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઈન્ટરનેશનલ સ્કૂલ્સ, બોર્ડિંગ સ્કૂલ્સ, અને ડે સ્કૂલ્સ તા. 2 અને 3 ડિસેમ્બર ના રોજ અમદાવાદમાં હોટેલ પ્રાઇડ પ્લાઝા ખાતે દર્શાવાશે. તમામ વાલીઓ કે જેઓ માં ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્‌સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.

WhatsApp Image 2023 12 02 at 18.15.20

30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે દેહરાદૂન, બેંગલોર,મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા, અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યો માંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે. વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.

આજે બોર્ડિંગ સ્કૂલ્સ શિક્ષણની ઉજળી બાજુ બની રહી છે જેને અગાઉ તેઓ બાળકો માટેની ‘દૂરના અંતરે આવેલી જેલ’ કહેવામાં આવતી હતી. બોર્ડિંગ સ્કૂલ્સ સેલ્ફ રિલાયન્ટ સ્કૂલ્સ હોય છે જેમાં ઝીણવટપૂર્વક શૈક્ષણિક સ્પર્ધા, ઊર્જાયુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ સામેલ હોય છે. તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રહેણાંક સુવિધા આરોગ્યપ્રદ વાતાવરણ અને કુદરતી સૌંદર્યમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.

આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમકે શ્રેસબરી ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડિયા, યુનિસન વર્લ્ડ સ્કૂલ – દેહરાદૂન, વુડસ્ટોક સ્કૂલ – મસૂરી, આગા ખાન એકેડમી – હૈદરાબાદ, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ – હૈદરાબાદ, મોદી સ્કૂલ – સીકર, રાજસ્થાન, સાગર સ્કૂલ – અલવર, રાજસ્થાન, ઉદગમ સ્કૂલ – અમદાવાદ, શાંતિ એશિયાટિક સ્કૂલ – અમદાવાદ અને એશિયા ઇંગલિશ સ્કૂલ – અમદાવાદ ઇત્યાદિ સામેલ છે.

દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવશે.

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર ૨૦ વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. સ્થાપક અને એમડી સંજીવ બોલિયાએ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’

આ એક્ઝિબિશન ભારતથી થાઈલેન્ડ, યુએઈ, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે ૧૩ શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.

Share This Article