રાષ્ટ્રીય: જનરેશન ઝેડ મહિલાઓ માટે ભારતની સૌથી ઝડપથી વિકસતી ફેશન-ટેક બ્રાન્ડ્સમાંની એક ન્યૂમીએ પેસિફિક મોલ, રાજૌરી ગાર્ડન, દિલ્હી અને આઈડબ્લ્યૂસી વીઆઈપી રોડ, સુરત ખાતે બે નવા રિટેલ સ્ટોર્સ શરૂ કર્યા છે. આ અત્યંત પ્રતિક્ષિત શોપિંગ ઇવેન્ટ ન્યૂમીના વધતા ગ્રાહક આધારને બ્રાન્ડના વિશિષ્ટ વાર્ષિક સેલ દરમિયાન બ્રાન્ડના ટ્રેન્ડ-ફોરવર્ડ કલેક્શનને એક્સપ્લોર કરવાની તક આપે છે, સાથેસાથે તેની ઑનલાઇન અને ઑફલાઇન ઉપસ્થિતિને સહજતાથી જોડે છે. આ સાથે, ન્યૂમીએ પેસિફિક મોલ, દિલ્હીમાં 10મો સ્ટોર અને સુરતમાં 11મો સ્ટોર ખોલ્યો છે.
ન્યૂમીના સીઇઓ અને ફાઉન્ડર સુમિત જસોરિયાએ આ બેવડા લોન્ચ પ્રસંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું: “દિલ્હી અને સુરત અમારા માટે મુખ્ય બજારો છે કારણ કે અમે ટિયર-1 અને ટિયર-2 બંને શહેરોમાં વિસ્તરણ કરી રહ્યાં છીએ. અમારા ઓનલાઈન વેચાણ માટે દિલ્હી ટોચના શહેરોમાં સ્થાન ધરાવે છે, જ્યારે સુરત ઝડપથી વિકસતા બજાર તરીકે ઉભરી આવ્યું છે, જે આ શહેરોને અમારી ઑફલાઇન મુસાફરી માટે આદર્શ બનાવે છે. આ સ્ટોર્સ અનોખા ‘વર્લ્ડ ઓફ ન્યૂમી’ અનુભવને અમારા ગ્રાહકોની નજીક લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી અઠવાડિયામાં, અમે દિલ્હી-એનસીઆરના અન્ય ભાગો સાથે પુણે અને ગુડગાંવમાં બે નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહ્યા છીએ.
માત્ર 2વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ ત્યારથી, ન્યૂમીએ અસાધારણ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. 12 લાખથી વધુ ગ્રાહકોને સેવા આપીને, બ્રાન્ડ તેની એપ દ્વારા મજબૂત ઓનલાઈન ઉપસ્થિતિ જાળવીને 7 ભારતીય શહેરોમાં 9 ઓફલાઈન સ્ટોર ચલાવે છે. તાજેતરના ભંડોળ દ્વારા સમર્થિત, ન્યૂમીતેની ઓમ્ની-ચેનલ વ્યૂહરચનાનો સતત અમલ કરી રહી છે, જે સમગ્ર ભારતમાં તેના પદચિહ્નને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દર અઠવાડિયે 500થી વધુ નવી ડિઝાઇનો રજૂ કરવા માટે જાણીતી આ બ્રાન્ડ ગ્લોબલ ટ્રેન્ડને ટ્રૅક કરવા, ઝડપથી પ્રોડક્ટ ડિઝાઇન અને મેન્યૂફેક્ચરિંગ કરવા અને બગાડ ઘટાડવા માટે અદ્યતન સ્વામિત્વ ટેક્નોલોજી સ્ટેકનો ઉપયોગ કરે છે, જેનાથી તે ટકાઉ શ્રેષ્ઠતા સાથે ફાસ્ટ ફેશનમાં અગ્રણી બની જાય છે.
વધુમાં, ન્યૂમીએ ક્વિક કોમર્સમાં સાહસ કર્યું છે, જેથી તે પસંદગીના દિલ્હી-એનસીઆર પિન કોડ્સમાં 90-મિનિટમાં ડિલિવરી રજૂ કરનાર પ્રથમ ભારતીય ફેશન બ્રાન્ડ બની છે. આ સેવા હવે સમગ્ર દિલ્હી, એનસીઆર અને બેંગ્લોરમાં 26 પિન કોડ્સ સુધી વિસ્તારીત થઈ ગઈ છે, જે ગ્રાહકોને નવા સ્તરની સુવિધા આપે છે અને તેને વ્યાપક પ્રશંસા પ્રાપ્ત થઈ રહી છે.સતત નવીનતા લાવીને અને તેના જનરેશન ઝેડ ઓડિયંસની જરૂરિયાતો પૂરી કરીને, ન્યૂમીએ પોતાને ભારતની સૌથી પ્રિય અને સૌથી ઝડપથી વિકસતી ફેશન-ટેક બ્રાન્ડ્સમાંની એક તરીકે સ્થાન આપ્યું છે. ટ્રેન્ડ-ફર્સ્ટ ડિઝાઇન, સાહસી ગ્રાહક અનુભવો અને મજબૂત સપ્લાય ચેઇન ઓફર કરવાની તેની પ્રતિબદ્ધતા એ સુનિશ્ચિત કરે છે કે તે ભારતીય ફેશન લેન્ડસ્કેપમાં મોખરે રહે.