ન્યુબર્ગ પલ્સે મહેન્દ્ર સિંહ ધોની સાથે મળીને રાંચીમાં અદ્યતન PET-CT સાથેનું પ્રથમ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર શરૂ કર્યું

Rudra
By Rudra 4 Min Read

રાંચી : ભારતની સૌથી ઝડપથી વિકસતી ડાયગ્નોસ્ટિક ચેઇન્સમાંની એક, ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સે રાંચીમાં તેનું પ્રથમ અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ(સંકલિત) ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટર રાંચીના લોકો માટે શહેરનું પ્રથમ અપગ્રેડેડ PET-CT સ્કેનર લઇને આવ્યું છે. ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સે પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને ઉત્તર પૂર્વીય રાજ્યો સહિત પૂર્વીય ક્ષેત્રમાં તેની હાજરી મજબૂત કરવા માટે કોલકાતા સ્થિત પલ્સ ડાયગ્નોસ્ટિક્સ સાથે સંયુક્ત સાહસ શરૂ કર્યું છે.

આ સેન્ટરનું ઉદ્ઘાટન મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જીએસકે વેલુ, ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુનૈના બિહાની અને રાંચી અને સમગ્ર ભારતમાંથી અન્ય અનેક જાણીતા ડોકટરો અને દિગ્ગજોની ગૌરવમયી ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાંચીમાં ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર, ક્રિકેટના દિગ્ગજ ખેલાડી એમ.એસ. ધોનીના ભૂતપૂર્વ નિવાસસ્થાન, હાર્મુ કોલોનીના ઐતિહાસિક સ્થળ પર બનાવવામાં આવ્યું છે. અહીં તેઓ તેમના બાળપણમાં તેમના પરિવાર સાથે રહેતા હતા. આ અત્યાધુનિક સેન્ટર, એક જ છત નીચે વ્યાપક નિદાન સેવાઓ પ્રદાન કરે છે. જેમાં પેથોલોજી, રેડિયોલોજી, ન્યુક્લિયર મેડિસિન, કાર્ડિયોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને નિવારક આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે. આની સાથે જ, તે MRI, CT, PET-CT, ડિજિટલ અને પોર્ટેબલ એક્સ-રે, એડવાન્સ્ડ સોનોગ્રાફી, એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી, 4D અલ્ટ્રાસાઉન્ડ, મેમોગ્રાફી, 2D ઇકો, ECG, EEG, EMG સહિત રૂટિન અને સુપર-સ્પેશિયાલિટી ટેસ્ટમાં 6,000 થી વધુ ટેસ્ટ પણ પ્રદાન કરે છે.

આ સેન્ટર, નિષ્ણાત ડોકટરો, ચોક્કસ નિર્ધારિત ગુણવત્તા પ્રોટોકોલ અને અદ્યતન ટેકનોલોજી સાથે સચોટ પરિણામો સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, તેની વધારાની સર્વિસમાં રાંચીમાં હોમ સેમ્પલ કલેક્શન, હેલ્થ ચેક-અપ પેકેજો, વ્યક્તિગત જીનોમિક્સ, આખા શરીરની MRI તપાસ, ડિજિટલ સ્માર્ટ રિપોર્ટ્સ અને કન્સલ્ટેશન સપોર્ટનો સમાવેશ થાય છે.

ન્યુબર્ગ ડાયગ્નોસ્ટિક્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જીએસકે વેલુએ જણાવ્યું હતું કે, “રાંચીમાં ન્યુબર્ગ પલ્સના ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરના પ્રારંભ સાથે, અમે નિયમિત નિવારક પરીક્ષણોથી લઈને અદ્યતન પેથોલોજી અને રેડિયોલોજી સુધીની વિશ્વ-સ્તરીય ડાયગ્નોસ્ટીક સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રોષણક્ષમ દરે ઝારખંડના લોકોની નજીક લાવી રહ્યા છીએ. અમે ક્રિકેટજગતના જાણીતા અને સન્માનિત ખેલાડી એમ.એસ. ધોનીના ભૂતપૂર્વ નિવાસસ્થાને આ સેન્ટર શરૂ કરીને અને આ સાહસમાં તેમની સાથે ભાગીદારી કરીને ખુબજ આનંદિત છીએ. અમે રાંચીના પ્રથમ અપગ્રેડેડ એડવાન્સ્ડ GE ડિસ્કવરી IQ PET-CT સ્કેનરને એક સ્વતંત્ર ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરમાં રજૂ કરીને ગૌરવાંતિત છીએ, જે રાંચીમાં ચોકસાઇપૂર્વકના ઇમેજિંગ અને કેન્સર ડાયગ્નોસ્ટિક્સમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરશે.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, “ન્યુબર્ગ પલ્સ, લેટેસ્ટ મેડીકલ ઇનોવેશન અને વિશ્વસનીય કુશળતા દ્વારા સમર્થિત ઉચ્ચ-ગુણવત્તાવાળા, પોષણક્ષમ ડાયગ્નોસ્ટિક્સ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારો ઉદ્દેશ્ય સમાજના દરેક વ્યક્તિઓને તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવાનો, વહેલા અને ચોક્કસ નિદાન દ્વારા વધુ સારા પરિણામો સુનિશ્ચિત કરવાનો અને પ્રદેશમાં સ્થાનિક સ્તર પર રોજગારની નવી તકો ઊભી કરવાનો છે.”

આ નવા લોન્ચીંગના પ્રસંગે, ન્યુબર્ગ પલ્સ ડાયગ્નોસ્ટિક્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર સુનૈના બિહાનીએ જણાવ્યું હતું કે, “રાંચીમાં અમારા ઇન્ટીગ્રેટેડ ડાયગ્નોસ્ટિક્સ સેન્ટરની સ્થાપના, એ વાસ્તવમાં પૂર્વી ભારત માટેના અમારા વિશાળ વિઝનમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આ સેન્ટર ઝારખંડ અને પડોશી જિલ્લાઓમાં અમારી હાજરી વધારવા માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરશે. ન્યુબર્ગ ગ્રુપ આગામી બે થી ત્રણ વર્ષમાં ઝારખંડમાં ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સ્થાપિત કરવા માટે 100 કરોડથી વધુનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે, જેની શરૂઆત પ્રથમ કેન્દ્રમાં 30 કરોડના રોકાણથી થશે. અમારું ધ્યાન એક મજબૂત, વિકેન્દ્રિત નેટવર્ક બનાવવા પર છે, જે એ સુનિશ્ચિત કરે છે કે, દરેક સમુદાયને તેમના ઘરઆંગણે વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે.”

આ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, “મારા માટે આ ખરેખર ગર્વની ક્ષણ છે. આ અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ સેન્ટર, એવાં સ્થળ પર શરૂ થઈ રહ્યું છે, જ્યાંથી મારી યાત્રા શરૂ થઇ હતી. આ સેન્ટર રાંચીના લોકોને નજીકના સ્થળે જ વિશ્વ સ્તરીય આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે. ઝારખંડમાં દરેક માટે ગુણવત્તાયુક્ત ડાયગ્નોસ્ટિક્સ સુલભ બનાવવા માટે ન્યુબર્ગ પલ્સ સાથે ભાગીદારી કરીને હું ખુબજ ગૌરવાંતિત છું.”

Share This Article