પોસ્ટ વિભાગે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી સાથે પરામર્શ કરી પુરૂષ અને મહિલા બન્ને ટપાલીઓ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ સંવર્ગની વર્દીને ફરીથી ડિઝાઇન કરી છે. આ વર્દીની ડિઝાઇન કાર્યક્ષમતા, આરામ તથા સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
પોસ્ટ વિભાગને ટપાલીઓ દ્વારા કરવામાં આવતા કાર્યો દ્વારા વિશ્વસનીયતા અને સમ્માન પ્રાપ્ત થાય છે. ટપાલી વિભાગનો ચહેરો હોય છે કારણે કે તે દરેક દરવાજા પર જઇને પત્ર તથા પાર્સલ પહોંચાડે છે. તેથી તે મહત્વનું છે કે ટપાલી જે વર્દી પહેરે છે તેથી તેની ઓળખાણ વિભાગ સાથે જોડાયેલી હોય, માટે જ વર્દી એવી હોવી જોઇએ જે તે વિશેષ દેખાય. ખાદી આપણી સંસ્કૃતિનો એક ભાગ છે અને દેશના તમામ ક્ષેત્રો માટે આરામદાયક છે, તેથી આ વર્દીને ટપાલીઓ માટે યોગ્ય પસંદગી કરવામાં આવી.
ખાદી ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દેશના તમામ જિલ્લામાં ખાદી પોહંચાડાશે. સંચાર મંત્રી મનોજ સિંહા દ્વારા નવી દિલ્હી ખાતે એમએસએમઇ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ગિરીરાજ સિંહની ઉપસ્થિતિમાં આ નવી ડિઝાઇન સાથેની વર્દીને રજૂ કરવામાં આવી. નવી ડિઝાઇન કરાયેલી વર્દી ૯૦,૦૦૦ ટપાલીઓ, મેલ ગાર્ડ, મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ લાભાવિંત થશે.