આ પોસ્ટરમાં દીપિકાના એસિડ અટેક પીડિતા તરીકેના લુકને જાહેર કરવામાં આવ્યો હતો. આ લુક સાચે જ તેના ફેન્સ માટે આશ્ચર્યજનક હતો. તમામ લોકોએ તેના આ લુકની પ્રશંસા કરી દીપિકા માટે ‘છપાકમાં એસિડ અટેક પીડિતા તરીકેનો તેનો રોલ ખૂબ જ સંવેદનશીલ છે. તેણે જણાવ્યું હતું કે, આ રોલ તેના માટે ચેલેજિંગ છે. તે એને ન્યાય આપવા માટે કોઈ કચાશ રાખતી નથી. તે પોતાના રોલને સંબંધિત નાનામાં નાની બાબત પર ખાતરી રાખવા ઇચ્છે છે કે, સૂતા પહેલાં ફોક્સ કરી રહી છે.
સોર્સીસ અનુસાર “આ ફિલ્મમાં પોતાનું કેરેક્ટર ખૂબ જ ઇમોશનલ હોવાના કારણે દીપિકા પાદુકોણ એ ખાતરી રાખવા ઇચ્છે છે કે, સૂતા પહેલાં તે ટીવી પર માર્વેલસ મિસેસ મેસેલ વેબ સીરિઝનો એક એપિસોડ જરૂર જુએ જેથી તેના દિલોદિમાગમાં શાંતિ મળી શકે.”
પોતાની ફિલ્મોમાંના પાત્રને ૧૦૦ ટકા ન્યાય આપવા માટે જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણની ગત ફિલ્મ પદ્માવત ૩૦૦ કરોડ રૂપિયાની કલબમાં સામેલ થઈ છે.