સમર સ્પેશ્યલ ‘રસના મસાલા ઓરેન્જ’: બ્રાંડ એમ્બેસેડર તરીકે કરીના કપૂર ખાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉનાળાની શરૂઆત થતા સોફ્ટ ડ્રિંક સહિતના પીણાની માંગમાં વધારો જોવા મળ છે, અને બજારમાં મળતા આ પ્રકારના પીણાઓમાં નવીનતા જોવા મળે છે. પોતાના ગ્રાહકોને નવો જ અનુભવ કરાવવા માટે અને ઉનાળાને વધુ મજેદાર બનાવવા માટે ૫૩ દેશોમાં ઉપસ્થિતી ધરાવતી તથા ભારતભરમાં ૧.૬ મિલિયન આઉટલેટ્સ ધરાવતી  સોફ્ટ ડ્રિંક કોન્સન્ટ્રેટની અગ્રણી કંપની રસનાએ રસના મસાલા ઓરેન્જની રજૂઆત કરવામાં આવી છે. કંપની દ્વારા રજૂ કરાયેલ રસના મસાલા ઓરેન્જ ભારતની બેવરેજ દુનિયામાં આવિષ્કાર માટેનું મહત્વપૂર્ણ પગલું લીધુ છે.

આ વિશે અભિનેત્રી કરીના કપૂરે જણાવ્યું કે ભારતમાં લોકો સ્પાઇસી બર્ગર, પિત્ઝા કે પછી સેન્ડવિચ જેવી જાતજાતની સ્પાઇસી વાનગી ખાવા ટેવાયેલા છે. દેશમાં સૌપ્રથમવાર રસના મસાલા ઓરેન્જના સ્વરૂપમાં આપણને સ્પાઇસી સોફ્ટ ડ્રિંક મળ્યું છે. રસનાની સાથે જોડાવા હદલ હું ગર્વની લાગણી અનુભવું છું. રસના મસાલા ઓરેન્જ સ્વાદ જગાડીને ભૂખ લગાડે છે, સારૂં પાચન કરે છે.

રસના મસાલા ઓરેન્જની આ પીણા માટે કેપની દ્વારા તેની બ્રાંડ એમ્બેસેડર તરીકે કરીના કપૂર ખાનની નિયુક્તિ કરવામાં આવી છે. આ વિશે રસના પ્રા. લિ.ના ચેરમેન અને સીએમડી પિરુઝ ખંભાતાએ જણાવ્યું કે, અમે વર્ષેથી અમારા ગ્રાહકોને પોષાય તવી કિંમત પર અનોખી, સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ ફ્રૂટ આધારિત ફ્લેવર્સ રજૂ કરી તેમના ઉનાળાને મજેદાર બનાવી રહ્યાં છે.રસના મસાલા ઓરેન્ડ સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે સાથે વિખ્યાત રસના નાગપુર ઓરેન્જ ફ્લેવર સાથે અનોખો સ્પાઇસી સ્વાદ પણ ધરાવે છે. કરીના કપૂરને રસના મસાલા ઓરેન્જ બ્રાંડ એમ્બેસેડર તરીકે જોડાઇ વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં સહાયતા મળશે.

રસના મસાલા ઓરેન્જ એક એનોખું ઉત્પાદન છે જેને સૌપ્રથમ વાર કંપનીએ કાળા મરી, તજ, આદું, જીરૂં, લાલ મરચાં, ફૂદીનો અને વરીયાળી જેવાં મરીમસાલાનું રિયલ જ્યુસની સાથે આવિષ્કારાત્મક સંયોજન કરવામાં આવ્યું છે.

Share This Article