પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં અનેક ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ ભારતની કાર્યવાહીને ઐતિહાસિક ગણવામાં આવે છે. હવાઇ હુમલાઓ કરીને ભારતે નવા અને શક્તિશાળી ભારતનો સંદેશ દુનિયાના દેશોને આપી દીધો છે. તમામ નિષ્ણાંતો કહે છે કે વર્ષ ૧૯૭૧ બાદ ભારતીય હવાઇ દળે ક્યારેય કોઇ યોજના બનાવીને અંકુશ રેખા પાર કરીને હુમલો કર્યો નથી. વર્ષ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય હવાઇ દળે ભૂમિકા અદા કરી હતી પરંતુ તેને સુચના આપવામાં આવી હતી કે કોઇ કિંમતે સરહદ પાર કરવામાં ન આવે. વાયુ સેનાની કાર્યવાહીનુ વ્યાપક અને મનૌવૈજ્ઞાનિક મહત્વ રહેલુ છે.
ત્રાસવાદી હુમલો પુલવામા ખાતે કરવામાં આવ્યા બાદ ભારત પર જવાબી કાર્યવાહી કરવાનુ દબાણ હતુ. પરંતુ કોઇ પણ વ્યક્તિને આવી અપેક્ષા ન હતી કે ભારતીય હવાઇ દળ સરહદ પાર કરીને ત્રાસવાદીઓના અડ્ડાને ફુંકી મારશે. ભારતીય હવાઇ દળે ચોક્કસ બાતમીના આધાર પર પોકમાં કાર્યવાહી કરી હતી. ભારતીય યુદ્ધ વિમાનોએ ગઇકાલે વહેલી પરોઢે બાલાકોટ, ચકોટી અને મુઝ્ફફરાબાદમાં જેશના અડ્ડાઓ પર હુમલો કર્યો હતો. ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો મારફતે ગઇકાલે વહેલી પરોઢે ૩.૪૫ વાગે હુમલા કર્યા હતા. હવાઇ હુમલા ૨૧ મિનિટ સુધી કરવામાં આવ્યા હતા. જેશે પુલવામા ખાતે સીઆરપીએફના કેમ્પ પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી લીધી હતી. તે પહેલા પઠાણકોટ, ઉરી અને અન્ય કેટલાક હુમલામાં પણ તેની સીધી સંડોવણી હતી.
૧૩મી ડિસેમ્બર ૨૦૦૧ના દિવસે સંસદ પર ત્રાસવાદી હુમલા પણ તેના દ્વારા જ કરવામાં આવ્યા હતા. જેથી આ વખતે ભારતીય કાર્યવાહીનો શિકાર પણ જેશના અડ્ડાઓ જ બન્યા હતા. પાકિસ્તાન શુ કહે છે તે બાબત અમારા માટે મહત્વ રાખતી નથી. અંદાજ છે કે ૩૫૦ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાની નાગરિકોને કોઇ નુકસાન ન થાય તે માટે ગંભીરતા દર્શાવવામાં આવી હતી. નાગરિકોને નુકસાન ન થાય તે માટે લેજર ગાઇડેડ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. લક્ષ્ય અચુક રાખવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન જે એરબર્ન અર્લી વોર્નિગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવી છે. હવાઇ દળે પોતાની કાર્યવાહી ત્રાસવાદી અડ્ડા સુધી કેન્દ્રિત રાખી હતી. જેથી પાકિસ્તાન અથવા તો દુનિયાના કોઇ દેશે કોઇ દેશ પર હુમલા તરીકે આને જોવુ જોઇએ નહીં. પાકિસ્તાનમાં ત્રાસવાદી કેમ્પ ચાલી રહ્યા છે જેથી ભારતને પોતાના બચાવમાં કેમ્પોને નષ્ટ કરવાનો અધિકાર છે. વર્તમાન ભારત હવે વિતેલા વર્ષો જેવી ભુલમાં રહેવા માંગતુ નથી. ભારત હવે આગળ પાછળ શુ થશે તે બાબતને લઇને માનસિકતામાં રહેવા માટે ઇચ્છુક નથી. ઉરી હુમલો કરવામાં આવ્યા બાદ ભારતે ૨૮-૨૯ સપ્ટેમ્બરના દિવસે પાકમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને પોતાના વલણમાં ફેરફાર કરી દીધા છે. ભારતે સંદેશ આપી દીધો છે કે તે હવે વિશ્વના શક્તિશાળી દેશો પૈકી એક છે. ભારતના કઠોર સંદેશને .પાકિસ્તાન નહીં સમજે તો આ બાબત તેના માટે ખતરનાક સંકેત સમાન છે. સર્જિકલ સ્ટ્રાઇક પણ ઉરી હુમલાના ૧૨ દિવસ બાદ કરવામાં આવ્યા હતા. હવે પુલવામાં હુમલા બાદ હવાઇ દળે પોકમાં ઘુસીને કાર્યવાહી કરી છે.
તમામ લોકો હવે માની રહ્યા છે કે ભારત હવે તેના પરાક્રમ જારી રાખશે. નજીકના ભવિષ્યમાં બાહવલપુર અને લશ્કરે તોયબાના અન્ય કેમ્પો પર પણ હુમલા કરવામા આવી શકે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તોયબાના કેમ્પો આવેલા છે તેને લઇને પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જો પાકિસ્તાન ભારતના સંદેશને સમજીને ત્રાસવાદી અડ્ડાને ફુંકી મારશે તો ભારતના સંભવિત હુમલાના આક્રમક વલણથી બચી જશે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને બોંબરોનો સમાવેશ થાય છે. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.