24 કલાકના પ્લેટાઇમ અને ફાસ્ટ ચાર્જિંગ સાથે પીટ્રોન દ્વારા માત્ર 499/-માં નવો મેડ ઇન ઇન્ડિયા નેકબેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારતમાં લોકોને પરવડી શકે તેવા ડિજિટલ લાઇફસ્ટાઇલ અને ઓડિયો એક્સેસરિઝનું નિર્માણ કરનાર અગ્રણી કંપની,પીટ્રોન પોતાના નવા મેડ ઇન ઇન્ડિયા વાયરલેસ નેકબેન્ડ પીટ્રોન ટેન્જેન્ટ ડ્યૂઓના લોન્ચની જાહેરાત કરે છે. કાર્બન ફિનિશ લુક અને ટેન્ગર-ફ્રી કેબલ  સાથેના આ ફિચર્ડ મેગ્નેટીક ઇયરબડ્સ સરળ રીતે ઉપયોગ કરવા સાથે ટાઇમલેસ લુક આપે છે. 45- જિગ્રી ફ્લેક્સ ફોર્મ ફિટિંગ ડિઝાઇન અને નરમ એર્ગોનોમિક એન્ટી-સ્લિપ ઇયરપ્લગ્સ સાથે, ટેન્જેન્ટ ડ્યૂઓ વ્યક્તિને જરાય વજનની અનુભૂતિ ન થાય તે રીતે ગરદનમાં સરળતાથી ગોઠવાઇ જાય છે.

પીટ્રોન ટેન્જેન્ટ ડ્યૂઓ મોટું 13 mm ડાયનેમિક ડ્રાઇવર ધરાવે છે જેથી કરીને તમે દરેક નોટને એકદમ સ્પષ્ટ રીતે સાંભળી શકો. પછી ભલેને તમે કોઇપણ પેઢીના મ્યુઝિકને સાંભળવાનું પસંદ કેમ ન કરો – ટેન્જેન્ટ ડ્યૂઓના એક્સ્ટ્રા બાસ, ક્લિયર મીડ્સ અને સ્પાર્કલિંગ ટ્રેબલ્સ ઇન્સ્ટ્રૂમેન્ટ અને વોકલને ઝળકવા દે છે. એડવાન્સ્ડ એકોસ્ટિક પ્લેટફોર્મ મ્યુઝિક વગાડતી વખતે અખવા તો હેન્ડ્સ-ફ્રી રીતે કૉલને એટેન્ડ કરતી વખતે સચોટ બાસ અને અલ્ટ્રા-લો ડિસ્ટોર્શન આપે છે. ટેન્જેન્ટ ડ્યૂઓની લેટેસ્ટ BT5.2 ટેક્નોલોજી એન્ડ્રોઇડ અને Ios ડિવાઇસ બંને પર  વિસ્તારિત રેન્જની સાથે લોસલેસ કનેક્શન ઉપલબ્ધ કરાવે છે. સમર્પિત ઓન-ડિવાઇસ કન્ટ્રોલ્સ સાથે વોઇસ આસિસ્ટન્ટ એક્ટિવેટ કરી શકાય છે, કૉલ્સ લઇ શકાય છે સ્માર્ટફોન્સ અને ટેબલેટ્સમાં મ્યુઝિકને વગાડી અને નિયંત્રિત કરી શકાય છે.                     

આ સિદ્ધિ વિશે વાત કરતા, CEO અને સંસ્થાપક અમીન ખ્વાજાએ જણાવ્યું હતું કે,‘‘સારી ગુણવત્તા અને ટર્નઅરાઉન્ડ ટાઇમના આશ્વાસન સાથે કિંમત પર સારું નિયંત્રણ પ્રાપ્ત કરવા અમે અણારી મેડ ઇન ઇન્ડિયા ક્ષમતાનો વિસ્તાર કરી રહ્યા છીએ. અમારો સર્વપ્રથમ મેડ ઇન ઇન્ડિયા વાયરલેસ નેકબેન્ડ ટેન્જેન્ટ ડ્યૂઓ લોકોના સમુહના ઇયરફોન્સમાં સુપ્રીમ મ્યૂઝિક પરફોર્મન્સ અને સારો દેખાવ તેમને પરવડી શકે તેવી કિંમતે પૂરી પાડવા માટેનો પ્રયાસ છે. ટેન્જેન્ટ ડ્યૂઓ વાયરલેસ ઓડિયો સેગમેન્ટમાં બ્રેક-થ્રૂ એન્ટ્રી છે જે હાઇલી ડિટેઇલ્ડ ટ્રેબલ સમૃદ્ધ અને બોલ્ડ ઓડિયો આઉટપુટ આપે છે જે ભારતીય કાનો માટે બનાવાયેલ છે. નિષ્ણાતોએ તૈયાર કરેલ ટેન્જેન્ટ ડ્યૂઓ 499/- રૂપિયાની અવિશ્વસનીય કિંમતે ભારતની મ્યુઝિક સાંભળવાની રીતને બદલી નાખશે.’’

ચાહે તમે ભીડભાડ વાળી ટ્રેનમાં પ્રવાસ કરતા હો કે પછી લાંબી બસ મુસાફરીમાં હો, ટેન્જેન્ટ ડ્યૂઓ તમને શાંતિપૂર્ણ પ્રવાસ પ્રદાન કરવા માટે ઘોંઘાટિયા વિક્ષેપને દૂર કરી દેશે. બાહ્ય જગતના કોલાહલને દૂર રાખતા, તમે ટેન્જેન્ટ ડ્યૂઓ સાથે એક પણ બીટ નહીં ચુકો અને તમે સંપૂર્ણપણે તમારા પસંદગીના મ્યુઝિકમાં ઓતપ્રોત રહેશો. દોડો, કુદો, તમારા જીવનમાં વધો – આ શાનદાર ઇયરફોન્સની મદદથી કૉલ લો, તમારા કાનને એડવાન્સ ટ્રેક્સ અને અન્ય ઘણા કાર્યો કરો.

પોતાના વર્ગમાં સૌથી શ્રેષ્ઠ સિંગલ ચાર્જમાં 24 કલાકનો પ્લેટાઇમ આપતું, પીટ્રોન ટેન્જેન્ટ ડ્યૂઓ સુનિશ્ચિત કરે છે કે તમારા મનોરંજનમાં અથવા તો જ્યારે કૉલ સાથે કનેક્ટ હો ત્યારે કોઇ અવરોધ ન આવે. ટાઇપ સી ફાસ્ટ ચાર્જિંગ સાથે સજ્જ, આ નેકબેન્ડ માત્ર 10 મિનિટમાં જ ચાર્જ થઇને 3 કલાકનો પ્લેટાઇમ આપે છે. IPX4 રેટેડ ટેન્જેન્ટ ડ્યૂઓ રફ પરિસ્થિતિઓમાં સઘન ઉપયોગ માટે પાણીના છાંટા અ ધૂળ સામે સુરક્ષિત રહે છે.

પીટ્રોન ટેન્જેન્ટ ડ્યૂઓ ચાર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે – ફેવ બ્લેક, ગ્રે, ઓસિન ગ્રીન અને મેજીક બ્લૂ જેથી તે તમારી રોજિંદી જીવનશૈલી સાથે અનુકૂળ થઇ શકે અને તે આજે 29 જુલાઇ 2022થી એમેઝોન ઇન્ડિયા પર 499/- રૂપિયાની વિશેશ લોન્ચ કિંમત સાથે ઉપલબ્ધ રહેશે.

પીટ્રોન ટેન્જેન્ટ ડ્યૂઓ – ટેક્નિકલ વિશેષતાઓ
પ્લે-ટાઇમ24 કલાક સુધી
બ્લૂટૂથ વર્ઝનબ્લૂટૂથ v5.2 10 મીટર રેન્જ સાથે
નિર્માણ26 ગ્રામ લાઇટવેઇટ મેટાલિક ફિનિશ  ABS બોડી
બેટરી200mAh બિલ્ટ-ઇન રિચાર્જેબલ Li-પોલિમર
ઓડિયો ટેક્નોલોજીAAC કોડેક ઓડિયો
નોઇઝ કેન્સલેશનપેસિવ નોઇસ કેન્સલેશન
ડ્રાઇવર સાઇઝ13mm ડ્રાઇવર્સ બાયો-સેલ્યુલોઝ ડાયાફ્રેમ સાથે
ચાર્જિંગ ટાઇમ80 મિનિટ જેટલો
વોટર રેઝિસ્ટન્સIPX4

પ્રોડક્ટ લિન્ક્સ:

Share This Article