બજેટ એરલાઈન્સ કંપની ઈન્ડિગો દ્વારા નવા વર્ષથી પહેલા બમ્પર સેલની જાહેરાત કરી હતી. આ સેલનું નામ દ બીગ ફેટ ઈન્ડિગો રાખવામાં આવ્યું છે જેમાં સ્થાનિક માર્કેટ પર ટિકિટોની કિંમત ૮૯૯ રૂપિયા રાખવામાં આવી છે જ્યારે આંતરરાષ્ટ્રીય રુટ ઉપર ટિકિટની કિંમત ૨૯૯૯ રૂપિયા રાખવામાં આવી છે. ઈન્ડિગો દ્વારા પોતાની વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૯ની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે અમારી પાસે સસ્તી ટિકિટ ઉપલબ્ધ નથી. સેલમાં અમે શૂન્ય રાહતથી પણ ખુબ સસ્તી ટિકિટોની ઓફર કરવા જઈ રહ્યા છે. તમામ લોકો આ તકને ઝડપી લે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. માત્ર ૮૯૯ રૂપિયામાં ટિકિટોના બુકિંગની શરૂઆત ૨૩મી ડિસેમ્બરથી કરવામાં આવી ચુકી છે. ૨૬મી ડિસેમ્બર સુધી બુકિંગની પ્રક્રિયા ચાલશે.
બજેટ કેરિયરનું કહેવું છે કે, ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડની આ સેલ હેઠળ ટિકિટોના બુકિંગ ૨૬મી ડિસેમ્બર ૨૦૧૯ના દિવસે મોડી સાંજ સુધી જ કરી શકાશે અને ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦થી લઇને ૧૫મી એપ્રિલ ૨૦૨૦ સુધી યાત્રા કરી શકાશે. ઓફર પિરિયડના ગાળા દરમિયાન સ્થાનિક અને ઇન્ટરનેશનલ રુટ ઉપર ઈન્ડિગો ના ૮૯૯ રૂપિયા અને ૨૯૯૯ રૂપિયાની ટિકિટ રહેશે જેમાં તમામ કરવેરા સામેલ છે. ઈન્ડિગો ની વેબસાઇટ અથવા તો ઈન્ડિગો મોબાઇલ એપ ઉપર બુકિંગ કરાવી શકાય છે. બુકિંગ કરવામાં આવેલી તમામ ટિકિટો માન્ય ગણવામાં આવશે.
ઓફર હેઠળ કુલ સીટોની સંખ્યા અંગે ખુલાસો કરવામાં આવ્યા વગર ઈન્ડિગો એ કહ્યું છે કે, ઓફર હેઠળ મર્યાદિત સંખ્યામાં ટિકિટો ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં ટિકિટ ઉપલબ્ધ થવાની સ્થિતિમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટની ઓફર મળી શકશે. ઈન્ડિગો ની આ જાહેરાત બાદ અન્ય બજેટ કેરિયર પણ આ દિશામાં આગળ વધી શકે છે. ક્રિસમસની ઉજવણીની શરૂઆત થઇ રહી છે ત્યારે હવે ૩૧મી ડિસેમ્બર સુધી ઉજવણીનો માહોલ રહેશે. યુરોપના દેશોમાં તો ઉજવણી હવે આગામી એક મહિના સુધી ચાલનાર છે. આવી સ્થિતિમાં ઈન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવેલી બમ્પર ઓફરનો સામનો કરવા માટે અન્ય બજેટ કેરિયર અને મોટી કંપનીઓ પણ વિમાની યાત્રીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. યાત્રીઓ પણ આ પ્રકારની મોટી ડિસ્કાઉન્ટ યોજનાને લઇને હંમેશા ઇંતજાર કરતા રહે છે. સ્થાનિક રૂટ પર મુસાફરી કરવા ઇચ્છુક યાત્રીઓને આના કારણે ફાયદો થશે. ઈન્ડિગો ની નવી ઓફર તેને લાભ કરાવી શકે છે.