નવીદિલ્હી: લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક થઇ હતી. કારોબારીની બેઠકમાં વિઝન ૨૦૨૨ રજૂ કરવામાં આવ્યા બાદ આ દિશામાં ભાજપ આક્રમક વલણ સાથે આગળ વધે તેવા સંકેત મળી રહ્યા છે. વિઝન ૨૦૨૨ રજૂ કરીને ભાજપે પ્રહાર કરતા કહ્યું છે કે, વિપક્ષની પાસે કોઇ નેતા નથી. કોઇ નીતિ નથી અને કોઇ રણનીતિ પણ નથી. ભાજપે કહ્યું છે કે, વિપક્ષ સંપૂર્ણપણે હતાશ છે. ગૃહમંત્રી રાજનાથસિંહે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના બીજા દિવસે આજે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કાર્યસમિતિએ સર્વસંમતિની સાથે આને પસાર કરી દીધો હતો. આ પ્રસ્તાવમાં ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટેની વાત કરવામાં આવી છે.
રાજકીય પ્રસ્તાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે અને આમા ન્યુ ઇન્ડિયાની વાત કરવામાં આવી છે. પાર્ટીના કહેવા મુજબ આ ન્યુ ઇન્ડિયા મિશનના સાકાર હોવા પર દેશમાં કોઇપણ ગરીબ રહેશે નહીં અને કોઇપણ બેઘર પણ રહેશે નહીં. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રસ્તાવની માહિતી આપતા કહ્યું છે કે, રાજકીય પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, જે રીતે આજે દેશમાં એક ઇનોવેશનની શરૂઆત થઇ છે તેને લઇને પ્રગતિની દિશામાં પહેલ થઇ રહી છે. લોકો દેશની પ્રગતિમાં સાથે આવી રહ્યા છે. વિપક્ષ ઉપર પ્રહાર કરતા જાવડેકરે કહ્યું છે કે, વિપક્ષ પાસે કોઇ નેતા નથી. કોઇ નીતિ નથી. કોઇ રણનીતિ નથી જેથી વિપક્ષ હતાશામાં નકારાત્મક રાજનીતિ રમવામાં વ્યસ્ત છે.
જાવડેકરે મોદીને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે ગણાવીને કહ્યું હતું કે, સાડા ચાર વર્ષના કાર્યકાળ બાદ તેમની લોકપ્રિયતા ૭૦ ટકાથી ઉપર છે. આવું ક્યારે પણ થયું નથી. દુનિયામાં કોઇપણ દેશમાં આ પ્રકારની લોકપ્રિયતા કોઇને મળી નથી. રાજકીય પ્રસ્તાવ રજૂ કરતા પહેલા રાજ્ય એકમો દ્વારા પોતપોતાના પ્રદેશમાં પાર્ટીના અભિયાન અને કાર્યોને લઇને રિપોર્ટ રજૂ કરાયા હતા. બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને ત્યાં ૩૦થી વધુ કાર્યકરોની હત્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. રાજકીય પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ન્યુ ઇન્ડિયાની દિશામાં ભારત પ્રગતિમાં છે. ભારત ભ્રષ્ટાચાર, સંપ્રદાયવાદ અને ગરીબી સાથે મુક્ત બનશે. પેશન અને ઇમેજીનેશનથી ન્યુ ઇÂન્ડયાનું નિર્માણ થશે. સરકારની જેમ જ અનેક પ્રકારની યોજના તૈયાર થઇ રહી છે.