મુંબઇ : હાઉસફુલ સિરિઝની નવી ફિલ્મ હાઉસફુલ-૪ હવે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં ત્રણ ટોપ અભિનેત્રી નજરે પડનાર છે. જેમાં કૃતિ સનુન, કૃતિ ખરબંદા અને પુજા હેગડેનો સમાવેશ થાય છે. ફિલ્મમાં આ વખતે બોબી દેઓલની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ તમામ કલાકારો માટે આશાસ્પદ સાબિત થઇ શકે છે.
બોબી દેઓલ થોડાક સમય પહેલા એક્શન ફિલ્મ રેસમાં સલમાન ખાન સાથે દેખાયા બાદ હવે તે હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે આ ફિલ્મને લઇને આશાવાદી છે. ફિલ્મ ૨૫મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. તે હાલમાં કેટલીક ફિલ્મો કરી રહ્યો છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે . હાઉસફુલ-૪માં તે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સાથે જાવા મળનાર છે. ગયા વર્ષે શ્રેયસ તલપડેના નિર્દેશન હેઠળની ફિલ્મ પોસ્ટર બોયમાં તે પોતાના મોટા ભાઇ સન્ની દેઓલ અને શ્રેયસ સાથે નજરે પડ્યો હતો. બોબી હવે સતત એક્શન ફિલ્મ કરી રહ્યો છે.
રેસ-૩માં તેની સાથે સલમાન ખાન અને અનિલ કપુર નજરે પડ્યા હતા. ૪૯ વર્ષીય બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં દેખાશે. તેની પસંદગી કરવામાં આવી છે. દિવાળી ૨૦૧૯માં આ ફિલ્મ રજૂ કરવામાં આવનાર છે. સાજિદે વર્ષ ૧૯૯૨માં પ્રથમ નિર્દેિશત ફિલ્મ બનાવી હતી. જુલ્મકી હુકુમત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ગોવિન્દાએ ભૂમિકા અદા કરી હતી. ત્રણ વર્ષ બાદ તે સન્ની દેઓલની જીત ફિલ્મમાં દેખાયો હતો. બોબી દેઓલ અક્ષય સાથે તે પહેલા પણ કામ કરી ચુક્યો છે. તેની સાથે તેની કેમિસટ્રી રહેલી છે. અજનબીમાં તે અક્ષય સાથે નજરે પડ્યો હતો. તેનુ કહેવુ છે કે હાઉસફુલ મોટી ફ્રેન્ચાઇસ ફિલ્મ છે. બોબી દેઓલ હવે બોલિવુડમાં ફરી એકવાર સંપૂર્ણરીતે સક્રિય ફિલ્મોમાં થઇ રહ્યો છે. તે ફિટનેસને લઇને પણખુબ મહેનત કરી રહ્યો છે. ફિલ્મ કૃતિ ખરબંદા અને કૃતિ સનુન માટે કેરિયર વધારનાર રહેશે.