આ ફીચરની મદદથી ડેસ્કટોપ યૂઝર્સ વીડિયો, ફોટો, જી.આઈ.એફ.એસ અને દસ્તાવેજો ફોરવર્ડ કરતી વખતે તેની સાથે કેપ્શન પણ એડ કરી શકે છે. જો કે, આ ફીચર હાલમાં કેટલાક લકી બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ છે. વ્હાટસપ ડેકસ્ટોપ બીટા ના લેટેસ્ટ વર્ઝનને ઈન્સ્ટોલ કરવા વાળા યૂઝર્સ જ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં હજુ પણ ધમાલ ફીચર્સ આવવાના છે. રિપોર્ટમાં એક સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે તે, કોઈ પણ ફોટો, વીડિયો અને ડોક્યૂમેન્ટને ફોરવર્ડ કરવા પર યૂઝરને કેપ્શન આપવાનો વિકલ્પ મળી રહ્યો છે. જાણકારી અનુસાર, હાલ તો આ ફીચર માત્ર કેટલાક યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. જો તમને આ વિકલ્પ નથી મળી રહ્યો તો, અપડેટની રાહ જુઓ. કારણકે, આવનારા સમયમાં આ ફીચર બધા જ યૂઝર્સ માટે જારી કરવામાં આવશે. Whatsapp એ હાલમાં જ POLLS ફીચલ રજૂ કર્યુ છે. તેનો ઉપયોગ ગ્રુપ અને ચેટ બંને માટે કરવામાં આવી શકે છે. તમે પોલ દ્વારા સવાલ પૂછવાની સાથે સાથે લોકોને જવાબ આપવા માટે ઘણા વિકલ્પ આપી શકે છે.
મરાઠી ગંદા છે તો મહારાષ્ટ્રમાં કેમ આવ્યા છો? મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ
મુંબઈ : એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં...
Read more