નવીદિલ્હી: નાણામંત્રી પીયુષ ગોયેલ બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે ગૃહમાં ઉપસ્થિત સભ્યો ભારે ઉત્સાહ વધારી રહ્યા હતા. સંરક્ષણ બજેટની વાત થઇ રહી હતી ત્યારે હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ ઉરીની પણ ચર્ચા ચાલી હતી. ગોયેલે કહ્યું હતું કે, આ ફિલ્મ જાઇને જે રીતે તમામનો જુસ્સો વધી જાય છે તેવી જ રીતે સરકારની કામગીરી પણ આનાથી સ્પષ્ટ થઇ જાય છે. વિપક્ષના હોબાળા વચ્ચે ભાજપના સાંસદોએ ઉરી ફિલ્મના લોકપ્રિય ડાયલોગોને સંસદમાં રજૂ કર્યા હતા અને જુસ્સો વધાર્યો તો.
મોદી સરકારનું આજનું બજેટ બે રીતે અલગ રહ્યું હતું. આજનું બજેટ છેલ્લા પાંચ બજેટની જેમ પૂર્ણ બજેટ ન હતું પરંતુ વચગાળાનું બજેટ રહ્યું હતું. બીજુ કારણ એ રહ્યું હતું કે, બિમારીના કારણે નિયમિત નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરી શક્યા ન હતા. તેમની જગ્યાએ પીયુષ ગોયેલે ખુબ જ જુસ્સા સાથે બજેટ રજૂ કરીને તમામને ખુશખુશાલ કરી દીધા હતા. મોદી પોતે મેજ થપથપાવીને ગોયલનો ઉત્સાહ વધારતા નજરે પડ્યા હતા.મોદીએ પોતે બજેટ વેળા વાહ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો.