ભારતના નવી ચૂંટણી કમિશ્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ચૂંટણી કમિશનના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ઓમ પ્રકાશ રાવતની નિયુક્તિ કરવામાં આવી છે. ૨ ડિસેમ્બર, ૧૯૫૩માં જન્મેલા ઓમ પ્રકાશ રાવત મધ્ય પ્રદેશ કેડરના ૧૯૭૭ની બેચના આઇએએસ ઓફિસર છે. તેઓએ ભારતના પબ્લિક એન્ટરપ્રાઇઝ સેક્રેટરી તરીકે પણ સેવા બજાવી છે.

વર્તમાન મુખ્ય ચૂંટણી કમીશ્નર તરીકે કાર્યરત અચલ કુમાર જ્યોતિ ૨૨ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કાર્યભાર છોડશે, ત્યાર બાદ ૨૩ જાન્યુઆરીએ ઓમ પ્રકાશ રાવત નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો કાર્યભાર સંભાશે.

આ સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ભારતીય વહીવટી સેવાના સેવાનિવૃત્ત અધિકારી અશોક લવાસાની ચૂંટણી કમિશ્નર તરીકે નીમણૂંક કરવામાં આવી છે. અધિકારી અશોક લવાસાની નીમણૂંક કાર્યભાર સંભાળવાની તારીખથી અસરકારક રહેશે.

Share This Article