નવી દિલ્હી : ૨૦૧૮માં કાશ્મીરમાં ત્રાસવાદીઓએ સ્નાઇપર્સ અને શાર્પ શુટરના મારફતે સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવવા માટેની શરૂઆત કરી હતી. જેના લીધે સેના અને સુરક્ષા દળોએ તેમની આ રણનિતી સામે લડવાની વ્યુહરચના ઘડી કાઢી હતી. હવે ત્રાસવાદીઓ નવી નિતી મુજબ હુમલો કરી રહ્યા છે. પુલવામાં ખાતે કાર આઇઇડી બોમ્બ બ્લાસ્ટનો તરીકે અજમાવીને ત્રાસવાદીઓએ ભારે નુકસાન ભારતીય સુરક્ષા જવાનોને પહોંચાડી દીધુ છે.
આવી સ્થિતીમાં સુરક્ષા દળો સામે હવે આ પડકાર સામે લડવાની પણ જવાબદારી રહેશે. સુત્રોએ કહ્યુ છે કે ભવિષ્યમાં આ પ્રકારના હુમલા વધારે થઇ શકે છે. કેટલાક લોકો કહે છે કે બોમ્બ બનાવનાર લો એક કારના સ્થાન પર કેટલીક ગાડીઓ પર વિસ્ફોટક ભરવાની રણનિતી પર કામ કરે છે. આ પ્રક્રિયામાં ખુબ સમય લાગે છે. નિષ્ણાંતો માને છે કે પાકિસ્તાન પરત ફરતા પહેલા એવી ચારથી પાંચ ગાડીઓમાં વિસ્ફોટક ભરીને એલઓસી તરફ પરત ફરવાનુ કામ કરવામાં આવ્યુ હશે.
નવા પ્રકારના ખતરાને પહોંચી વળવા માટે સુરક્ષા દળોને હવે નવી રણનિતી પર કામ કરવાની જરૂર રહેશે.જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી હુમલાને મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. જૈશના અફઝલ ગુરુ સ્કવોડે અગાઉ પણ અનેક હુમલાઓને અંજામ આપ્યા છે. શ્રીનગરના લાલચોક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સાત પોલીસ જવાનો શહીદ થયા હતા.ત્રાસવાદીઓ સામે નિર્ણાયક કાર્યવાહીનો સમય છે.