લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ તેમની તાકાત લગાવી ચુક્યા છે. તેમની સામે આ વખતે ભાજપે જોરદાર પડકાર ફેંકવા માટે તૈયાર કરી છે. મમતાની સામે પશ્ચિમ બંગાળના એક વખતે પર્યાય બની ચુકેલા ડાબેરી પક્ષો પણ હવે પોતાના અસ્તિત્વને બચાવવા માટેની લડાઇ લડી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં પંચાયત ચૂંટણી યોજાઇ ગઇ. આના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મમતાની પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને તમામને પાછળ છોડી દીધા હતા.
તૃણમુળ કોંગ્રેસ પાર્ટી પર રાજ્યના ગ્રામીણ લોકોએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગ્રામ પંચાયતની આશરે ૬૭ ટકા , પંચાયતી સમિતીની આશરે ૮૩ ટકા અને જિલ્લા પરિષદની ૯૭ ટકા સીટો પાર્ટીએ જીતી લીધી હતી. તૃણમુળ કોંગ્રેસે સતત બીજી વખત પંચાયતી ચૂંટણીમાં પોતાનુ પ્રભુત્વ જમાવ્યુ હતુ. હવે લોકસભાની ચૂંટણીમાં વધારે ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. જોકે ભાજપે આક્રમક રણનિતી પર કામ શરૂ કરી દીધુ છે. ભાજપ, ડાબેરીઓઅને કોંગ્રેસ ક્રમશ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી ભાજપે વિકલ્પ તરીકે ઉભરી આવવામાં સફળતા મેળવી લીધી છે. ભાજપે આ વખતે તેની સ્થિતી વધારે મજબુત કરી લીધી છે. વર્ષ ૧૯૯૭માં કોંગ્રેસ સાથે છેડો ફાડી લીધા બાદ તૃણમુળ કોંગ્રેસની રચના કરવામાં આવ્યા બાદ મમતા બેનર્જીએ બે દશકમાં પાર્ટીની સ્થિતી બંગાળમાં અતિ મજબુત બનાવી છે.
મમતાએ માત્ર રાજ્યની રાજનીતિમાં જ પોતાની સ્થિતી મજબુત કરી નથી પરંતુ રાષ્ટ્રીય રાજનીતિમાં પણ મજબુત સ્થિતી ઉભી કરી છે. શારદા ચિટ ફંડ કોંભાડના આરોપો હોય કે પછી પાર્ટીના કેટલાક સાથીઓ અન્ય પાર્ટીમાં ઘુસી ગયા હોય પરંતુ મમતાની સ્થિતી નબળી પડી નથી. મમતા બેનર્જી લડાયક હોય છે. કોઇ બાંધછોડ કરવા માટે તૈયાર હોતી નથી. રાજ્યના પહાડી વિસ્તારોમાં હિંસાનો સામનો કરવા માટે પણ તે તૈયાર રહી છે. રામનવમી અને મોહરમના જુલુસ કાઢવાના મામલા હોય મમતા બેનર્જી મક્કમ રહી છે. મમતા બેનર્જીના નિર્ણયથી તમામ લોકો સંતુષ્ટ થઇ જાય છે.
ભાજપને આજના દોરમાં પણ ખુબ મહેનત કરવાની ફરજ પડી રહી છે. તેને દિન રાત પરસેવો વહેડાવવાની ફરજ પડી રહી છે. મમતા બેનર્જીના કારણે જ ભાજપને પશ્ચિમ બંગાળમાં વધારે હેરાનગતિનો સામનો કરવાની ફરજ પડી રહી છે. તે મોદી અને અમિત શાહને સીધી રીતે પડકાર ફેંકી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં મમતાએ કેન્દ્રિય રાજનીતિમાં પણ સક્રિય ભૂમિકા દર્શાવવા માટેના પ્રયાસ કર્યા છે. સંકેતો પણ આપ્યા છે. હાલમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ પણ મમતા બેનર્જી સક્રિય દેખાયા હતા. ભાજપને રોકવા માટે તમામ પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. જો કે પશ્ચિમ બંગાળમાં ભાજપની વધતી જતી તાકાતના કારણે સ્થિતી હવે બદલાઇ રહી છે. તેમની સામે આગામી સમયમાં વધારે પડકાર રહી શકે છે.