અમદાવાદીઓ મોટાપો ઘટાડવા હવે “સૈલુલાઈટ થેરાપી” તરફ વળ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: આજના રોજિંદા જીવનમાં મોટાપો એક શ્રાપ જેવો લાગે છે. બધાને સુંદર અને સુડોળ દેખાવું છે. પણ એના માટે વ્યાયામ કે ખોરાકમાં નિયમિતતા જળવાઈ શકતી નથી.બજારમાં ઘણા બધા વિજ્ઞાપનો દ્વારા અનેક દાવા કરવામાં આવે છે, પણ આખરે બધા ખોખલા જ સાબિત થાય છે. કોઈક ભૂખ્યા રાખે છે, કોઈકને આડ અસર થાય છે.

આ બધી તકલીફોનો શું ઈલાજ છે?, હવે અમદાવાદીઓ માટે પ્રહલાદનગર વિસ્તારમાંમાં સ્ટાર સ્પા એન્ડ સલૂને આનો સરળ ઉપચાર ચાલું કરે છે, “સૈલુલાઈટ થેરાપી”. આ થેરાપીથી તમે તમારા શરીરના કોઈ સુડોળ બનાવી શકો છો. ના તો આમાં કોઈ ઓપરેશન કરાવાનું છે, ના કોઈ દવાઓ – ના કોઈ સાઈડ ઈફેકટ. આ સ્પેશિયલ થેરાપીમાં અલગ અલગ જાતની ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. જેમાં આર્યુવેદિક ઉપચારનો પણ સમાવેશ થાય છે.

આ અંગે ૭ સ્ટારના ડિરેક્ટર જેની જોહ્ન અને મેનેજિંગ ડિરેક્ટર એમજે પુરી એ જણાવ્યું કે, “અમદાવાદમાં સૌ પ્રથમ વાર સૈલુલાઈટ થેરાપી શરૂ થઈ રહી છે. આ થેરાપીની કોઈ આડઅસર પણ થતી નથી. વધુમાં વધુ લોકો આ થેરાપીનો લાભ લઈ શકે છે.જેથી મોટાપો ઘટી શકે છે.”

ઉપરાંત, યોગગુરુ પ્રવિણ પટેલે યોગાના ડેમો દ્વારા યોગાનું જીવનમાં શું મહત્વ છે તે અંગે પણ સમજાવ્યું.

૭ સ્ટાર એ આ ટ્રીટમેન્ટ ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે. જેથી વધુને વધુ લોકો  આનો ફાયદો લઈ શકે અને એમના જીવનમાં આનંદથી રહી શકે.

Share This Article