ટિસ્કા ચોપરા અને પંકજ ત્રિપાઠી પોલિસીબાજાર.કોમના નવા એડ કેમ્પેઇનમાં જોડાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતની સૌથી મોટી ઇન્સ્યોરન્સ વેબસાઇટ અને તુલનાત્મક પોર્ટલ પોલિસીબાજાર.કોમ  દ્વારા નવું હેલ્થ ઇન્સ્યોરન્સ કેમ્પેઇન શરૂ કરવા માટે એક્ટર્સ ટિસ્કા ચોપરા અને પંકજ ત્રિપાઠીને સામેલ કરવામાં આવ્યાં છે. આ કેમ્પેઇનનો હેતુ એ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સની પહોંચથી લોકોને તબીબી સમસ્યાઓનો સામનો કરતાં વધુમાં વધુ ઉપાય કરવાથી બચવામાં મદદ મળી શકે છે. હેલ્થ ઇન્સ્યોરન્સ આ અણધારી ઘટનાઓ સામે એક પાવરફૂલ પ્રોટેક્શન ટૂલ તરીકે ઉપયોગ કરી શકાય છે.

આ કેમ્પેઇનની રચના પોલિસીબાજાર.કોમ ની આંતરિક ટીમ દ્વારા કરવામાં આવી છે અને કે સાઇલન્ટ પ્રોડક્શન દ્વારા ચલાવવામાં આવે છે. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ડિજીટલ મિડિયા ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું છે અને ૧૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ઓન એર થશે.

પોલિસીબાજાર.કોમ ના હેડ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ, ધ્રુવ સરિને જણાવ્યું કે, “તબીબી ફુગાવો ઉંચા દરે વધી રહ્યો છે, અને તેના કારણે મેડિકલ બિલ્સના દર પણ વધી રહ્યાં છે. આશરે ૭૦ ટકા તબીબી ખર્ચાઓ ભારત પોતાના ખિસ્સામાંથી બહાર નિકાળે છે. ઉપરાંત ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રવેશ ખૂબ જ ઓછો છે. કેમ્પેઇનના માધ્યમથી અમે ગ્રાહકોને કોઇપણ અનપેક્ષિત તબીબી ઘટના માટે રક્ષણ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાની તાત્કાલિક જરૂરિયાતોનો ખ્યાલ કરી રહ્યાં છીએ. ”

 

Share This Article