Premanand Maharaj Tips On Holi: હોળીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. આખા દેશમાં રંગોના તહેવાર હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હોળીના તહેવારનો હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવારમાં સમાવેશ થાય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે 14 માર્ચ અને શુક્રવારે હોળીનું પર્વ ઉજવવામાં આવશે.
વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે, હોળી ખૂબ જ પવિત્ર તહેવાર છે. એટલા માટે આ દિવસે લોકોને ભૂલથી પણ કેટલીક ભૂલો કરવી જોઈએ નહીં.
- પ્રેમાનંદ મહારાજે કહ્યું કે, આ દિવસે કોઈ પણ ખરાબ કામ કરવાથી બચવું જોઈએ. ખરાબ આદત કે ખરાબ કાર્ય હોળીના તહેવારને બેરંગ બનાવી દે છે. જેમ કે દારુ કે કોઈ પણ નશાકારક પદાર્થનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં. ભગવાનનું નામ લઈને હોળીના તહેવારનો આનંદ લેવો જોઈએ.
- હોળીના દિવસે માંસનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં. ભલે તમે જીવ હત્યા નથી કરી રહ્યાં, પરંતુ જીવ હત્યામાં તમારી પણ ભુમિકા રહે છે. તમે એટલા જ મોટા હિંસક માનવામાં આવશો, જેટલા જેટલા જીવને મારનાર વ્યક્તિ. એટલે હોળીના દિવસે માંસનું સેવન કે જીવ સાથે હિંસા ન કરવી જોઈએ.
- હોળીના દિવસે ઘણાં લોકો મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી બેસે છે. પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે, હોળીના દિવસે માતાઓ-બહેનોનું સન્માન કરવું જોઈએ. તેને ખરાબ નજેરે જોવા જોઈએ નહી. વ્યભિચારથી દૂર રહો. બ્રહ્મચર્યનું પાલન કરો. પત્નીના પ્રત્યે સ્નેહ રાખો.
- હોળીના દિવસે ઝઘડા કે વાદ-વિવાદ ન કરો. કેટલાક લોકો રંગ લગાવવાની જગ્યાએ બીજા પર કિચડ ફેંકવા લાગે છે. કપડા પણ ફાડી નાખે છે. જેના કારણે ક્યારેક વાત ઝઘડા સુધી પહોચી જાય છે અને તહેવારના રંગો ફિક્કા પડી જાય છે. એટલા માટે કારણ વગર સંઘર્ષમાં ઉતરવાનું ટાળવું જોઈએ.