નેરલ-માથેરાન ટ્રોય ટ્રેન ટુંકમાં શરૂ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ભારે વરસાદના કારણે ટ્રેકને નુકસાન થયા બાદ નેરલ અને માથેરાન વચ્ચેની રોમાંચક ટ્રોય ટ્રેન સેવાને બંધ રાખવામાં આવી હતી. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે ટ્રેકને ફરી એકવાર વ્યવસ્થિત  કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા બાદ યાત્રીઓ ટુંક સમયમાં જ આ ટ્રેનની મજા માણી શકશે. જાણકારી તો એવી પણ મળી રહી છે કે આગામી ચાર મહિનામાં આ કામને પૂર્ણ કરી લેવામાં આવનાર છે. ટ્રેકને એપ્રિલ સુઘી ફરી વ્યવસ્થિત  કરી દેવામાં આવશે. ત્યારબાદ પ્રવાસીઓ આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

હવે પ્રવાસીઓ નેરલ અને માથેરાન ટ્રોય ટ્રેનની ગરમીની રજા પહેલા શરૂ કરવામા આવ્યા બાદ મજા માણી શકશે. મુંબઈ માં રહેતા લોકોની વચ્ચે આ સ્થળ ખુબ જ લોકપ્રિય છે. હવે પ્રવાસીઓ ટ્રોય ટ્રેનમાં ગરમીમાં મુસાફરી કરી શકે છે. મધ્ય રેલેવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ કહ્યુ છે કે કામના ખર્ચ પર આશરે છ કરોડ રૂપિયા થનાર છે. જોકે કામગીરી શરૂ કરવામા આવ્યા બાદ તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવનાર છે. નુકસાનગ્રસ્ત ટ્રેક સુધી કોઇ માર્ગ સુવિધા નથી જેથી મુશ્કેલી નડી રહી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જુલાઇ મહિનામાં આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો જેના કારણે ટ્રોય ટ્રેનના રૂટના ૨૧ સ્થળોને નુકસાન થયુ હતુ. જ્યારે ટ્રોય ટ્રેન સામાન્ય રીતે મૌનસુનના ગાળામાં બંધ રહે છે.

જોકે ટ્રેન આ વર્ષે જુલાઇ થી ચાલી રહી નથી. રેલવેના અધિકારીઓનુ કહેવુ છે કે તે માથેરાનથી અમન લોજ સુધી ક્રિસમસથી પહેલા સેવાને ફરી શરૂ કરવા માટે આશાવાદી છે. મોનસુનના ગાળા દરમિયાન ચાલતી આ ટ્રેન ચાર મહિના માટે બંધ કરી દેવમાં આવી છે. આ વખતે છેલ્લા વર્ષે ૧૧મી જુનથી ટ્રોય ટ્રેનનુ સંચાલન નેરલથી માથેરાન વચ્ચે બંધ કરી દેવામાં આવ્યુ હતુ.

જોકે અમન લોજથી માથેરાન વચ્ચે નાના રૂટ પર દોડતી આ ટ્રેન ખુબ રોમાંચ સર્જે છે. આને ત્યારબાદ બાદ ૧૯મી ઓક્ટોબર ૨૦૧૮થી ફરી એકવાર સમગ્ર રૂટ પર દોડાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જોકે આ વખતે ભારે વરસાદના કારણે ટ્રેકને ભારે નુકસાન થયુ હતુ. તમામ સેવાને માઠી અસર થઇ હતી. એ વખતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઇ પણ ગયા હતા. માથેરાનને પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થળ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પ્રવાસ પર જવા આ સ્થળને લઇને ખાસ ક્રેઝ રહે છે. આ વખતે પણ તમામ પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. કારણ કે ફરી એકવાર ટ્રેકને વ્યવસ્થિત કરીને નેરલ-માથેરાન ટોય ટ્રેનને ચલાવી દેવામાં આવનાર છે.

પ્રવાસીઓ છેલ્લા કેટલાક સમયથી આને લઇને રાહ જોઇ રહ્યા હતા. માથેરાનમાં ટ્રોય ટ્રેનને લઇને હમેંશા આકર્ષણ રહે છે. માથેરાન પર્વત રેલવે ફુટ નેરોગેજ ધરાવતી માથેરાન મહરાષ્ટ્રમાં આવે છે. આ રેલવે મધ્‌ રેલવેના સંચાલન હેઠળ આવે છે. આ રેલવે કુલ ૨૧ કિલોમીટરનુ નેટવર્ક ધરાવે છે. પશ્ચિમ ઘાટમાં નેરલથી માથેરાન સુધી મોટા ભાગે વન્ય વિસ્તાર થઇને આ ટ્રેન પસાર થાય છે. યુનેસ્કો આ રેલવેને વિશ્વ ધરોહરની સ્થિતિ માં મુકવાનુ વિચારે છે. નેરલ માથેરાન રેલવે માર્ગ વર્ષ ૧૯૦૧થી ૧૯૦૭ વચ્ચે અબ્દુલ હુસૈન આદમજી દ્વારા તેમના પિતા સર આદમજીની નાણાંકીય સહાયથી એ વખતે ૧૬ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ વારંવાર માથેરાનની મુલાકાત લેતા હતા. ત્યાં જવા માટે રેલવે નેટવર્ક સ્થાપિત કરવા માટે ઇચ્છુક હતા. હુસૈનની માથેરાન રેલવે યોજના ૧૯૦૦માં ઘડાઇ હતી. અને ૧૯૦૪માં નિર્માણ કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૧૯૦૭માં આ માર્ગને ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. પુર અને ભારે વરસાદના કારણે અહીં વારંવાર નુકસાન થાય છે. વર્ષ ૨૦૦૭માં આ રેલવે માર્ગને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા હતા. પ્રવાસીઓમાં તે ભારે લોકપ્રિય છે.

Share This Article