નેપાળ સરકારે કાઠમાંડૂમાં પાણીપુરી પર મુક્યો પ્રતિબંધ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જોકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના એલએમસીમાં પાણીપુરી પ્રતિબંધ લગાવી દીધો છે. ઘાટીના લલિતપુર મેટ્રોપિલિટન સિટીમાં કોલેરાના કેસ વધ્યા બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે પાણીપુરીમાં ઉપયોગ થનાર પાણીમાં કોલેરાના બેક્ટેરિયા મળી આવ્યા છે. 

મ્યુનિસિપલ પોલીસ ચીફ સીતારામ હચેતૂના અનુસાર ભીડભાડવાળા વિસ્તારો અને કોરિડોર એરિયામાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે પાણીપુરીના લીધે કોલેરાના કેસ વધવાનો ખતરો છે. રવિવારે કાઠમાંડૂમાં કોલેરાના સાત નવા કેસ મળ્યા. આ સાથે જ ઘાટીમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૨ થઇ ગઇ છે.  નેપાળના સ્વાસ્થ્ય મંત્રાલયના અંતરગત એપિડેમિયોલોઝી એન્ડૅ ડિઝીઝ કંટ્રોલ ડિવિઝનના ડાયરેક્ટૅર ચમનલાલ દાસે કહ્યું કે કાઠમાંડૂ મેટ્રોપોલિસમાં કોલેરાના પાંચ કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત એક કેસ ચંદ્રાગિરી મ્યુનિસિપાલિટીમાં અને એક બુધાનીકાંતા મ્યુનિસિપાલિટીમાં મળી આવ્યો છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે કોલેરા પણ લક્ષણ જોવા મળતાં જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરે. સરકારે લોકોને અપીલ કરી કે તે વરસાદ અને ગરમીની સિઝનમાં ફેલાનાર પાણીજન્ય બિમારી જેમ કે ઝાડા, કોલેરાથી સાવધાન રહે.

Share This Article