નેહા શર્મા બોલિવુડ ફિલ્મને લઇ હજુ આશાવાદી : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ મુબારકામાં નોંધ લેવામાં આવ્યા બાદ નેહા શર્મા ફરી આશાવાદી બનેલી છે. તેની પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી પરંતુ તે સારી અને પારિવારિક ફિલ્મોને લઇને આશાવાદી બનેલી છે. ફિલ્મ મુબારકામાં ખાસ રોલમાં નજરે પડી ચુકેલી નેહા શર્મા બોલિવુડમાં ટકી રહેવા માટે સેક્સ સિમ્બોલ તરીકે રહેવા માંગતી નથી. તે સારી ભૂમિકા કરવા માટે આશાવાદી છે. જા કે તેની પાસે સારી ફિલ્મો આવી રહી નથી. નેહા પાસે હાલમાં કોઇ સારા પ્રોજેક્ટ રહ્યા નથી. તેની પ્રથમ હિન્દી ફિલ્મ ક્રુક ૨૦૧૦માં રજૂ થઇ હતી. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે યમલા પગલા દિવાનામાં નજરે પડી હતી. તે જુદા જુદા બિઝનેસમાં પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ક્લોથિંગ લેબલની પણ તે શરૂઆત કરી ચુકી છે. વર્ષ ૨૦૧૦માં તે સૌથી ઝડપી આગેકુચ કરનાર લોકોની યાદીમાં સ્થાન મેળવી ગઇ હતી. ઇમરાન હાશ્મી સાથે ક્રુક ફિલ્મ મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરી ચુકેલી અભિનેત્રી નેહા શર્માએ કહ્યુ છે કે તે ફિલ્મોમાં ટકી રહેવા માટે બોલ્ડ અને સેક્સી સીન કરવા માટે તૈયાર નથી. વર્ષ ૨૦૦૭માં તે તમિળ ફિલ્મમાં સૌથી પહેલા નજરે પડી હતી. ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૂળરીતે બિહારની નિવાસી નેહા શર્મા આડેધડ કોઇ ફિલ્મો કરવા માંગતી નથી.

ભાગલપુરમાં માઉન્ટ કાર્મેલ સ્કુલમાં અભ્યાસ કર્યા બાદ તે નવી દિલ્હીમાં નિફ્ટમાં ફેશન ડિઝાન કોર્સ મારફતે આગળ વધી છે. તેરી મેરી કહાની ફિલ્મમાં તે મહેમાન કલાકાર તરીકે નજરે પડી હતી. એકતા કપુરની ક્યાં સુપર કુલ હે હમમાં તે નજરે પડી હતી. નેહા શર્માએ કહ્યુ છે કે તે સુપરમોડલ કેટ મોસને તેની ફેવરીટ ગણે છે.

Share This Article