નેહા ધુપિયાએ પોતે સગર્ભા હોવાના અહેવાલને સમર્થન આપ્યુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર નેહા ધુપિયા સગર્ભા હોવાના હેવાલને આખરે સમર્થન મળી ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી તેના સગર્ભા હોવા અંગેના હેવાલને લઇને ચર્ચા ચાલી રહી હતી.નેહાએ હવે પોતે ફોટો મુકીને આ અહેવાલને સમર્થન આપ્યુ છે. નેહાએ કહ્યુ છે કે તે સગર્ભા છે અને ટુંક સમયમાં જ બાળકને જન્મ આપનાર છે. અંગદ બેદીએ થોડાક દિવસ પહેલા જ આ અહેવાલ આવ્યા બાદ આને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. અંગતે કહ્યુ હતુ કે સોશિયલ મિડિયા જેવા પ્લેટફોર્મ અમને ખુલીને વાત કરવા માટે આપવામાં આવ્યા છે. તેનો ખોટો ઉપયોગ ન કરવા માટે પણ અંગદે કહ્યુ હતુ.

તમામ ચાહકો સારી રીતે જાણે છે કે નેહા ધુપિયાએ ૧૦મી મેના દિવસે ગુપ્તરીતે લગ્ન કરી લીધા હતા. અંગદ બેદી સાથે લગ્ન કર્યા બાદ આની ચર્ચા તેના ચાહકો અને બોલિવુડમાં પણ જોવા મળી હતી. બન્નેના લગ્ન બાદ એવી અટકળો ચાલી રહી હતી કે નેહા સગર્ભા હતી જેથી તેને ઉતાવળમાં લગ્ન કર્યા હતા. જો કે શરૂઆતમાં આવા હેવાલને રદિયો આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં બંને દ્વારા આ પ્રકારના અહેવાલનો પાયાવગરના ગણાવ્યા હતા. જો કે હવે નેહાના સગર્ભા હોવાના હેવાલને સમર્થન મળી ચુક્યુ છે. નેહા ધુપિયા બોલિવુડમાં વધારે ફિલ્મ કરી શકી નથી.

અભિનેત્રી નેહાએ પોતાની કેરિયરની શરૂઆત કયામત મારફતે અજય દેવગનની સાથે કરી હતી. ત્યારબાદ કેટલીક બોલ્ડ ફિલ્મો કરી હતી. જો કે તે ટુંક સમયમાં જ ફિલ્મોમાંથી ફેંકાઇ ગઇ હતી. હવે તે ટીવી શોમાં સક્રિય રહી હતી. નેહાની ઓળખ એક સેક્સી અને બોલ્ડ સ્ટાર તરીકે શરૂઆતથી જ થઇ ગઇ હતી.

Share This Article