નેહા ધુપિયા સગર્ભા હોવાના અહેવાલને અપાયેલ રદિયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: થોડાક મહિના પહેલા લગ્ન કરીને નેહા ધુપિયા અને અંગદ બેદીએ તમામને ચોંકાવી દીધા હતા. તેમના એકાએક લગ્ન થયા બાદ અનેક પ્રકારના તર્ક વિતર્કના દોર શરૂ થયા હતા. લગ્નમાં માત્ર નજીકના લોકો અને પરિવારના મિત્રો જ સામેલ થયા હતા. તેમના થોડાક મહિના પહેલા લગ્ન થયા બાદ ચાહકો પણ આશ્ચર્યચકિત હતા. લગ્ન કર્યા બાદ સોશિયલ મિડિયા પર મોડેથી લગ્નની જાહેરાત કરવામાં આવી હતી.

લગ્ન કર્યા બાદ તમામ લોકોએ તેમને શુભેચ્છા આપી હતી. જો કે આ અહેવાલ વચ્ચે નેહા ધુપિયા સગર્ભા હોવાના હેવાલ આવ્યા હતા. લોકો કહી રહ્યા હતા કે નેહા ધુપિયા સગર્ભા હતી. સગર્ભા હોવાના કારણે નેહાએ ઉતાવળમાં લગ્ન કરી લીધા હોવાના હેવાલ આવ્યા હતા. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં નેહાએ કહ્યુ હતુ કે તેના સગર્ભા હોવાના હેવાલ પાયાવગરના હતા. ત્યારબાદ તેના પતિ અંગદ દ્વારા પણ આ હેવાલને રદિયો આપી દેવામાં આવ્યો હતો. અંગદે કહ્યુ હતુ કે સોશિયલ મિડિયા પર આવેલા હેવાલ પાયાવગરના છે.

અંગદે કહ્યુ હતુ કે સોશિયલ મિડિયા પર તમામ બાબતોને લઇને સ્વતંત્રતા છે પરંતુ તેનો ઉપયોગ બિનજરૂરી હેવાલ પ્રકાશિત કરીને કરવો જોઇએ નહી. તેનુ કહેવુ છે કે કોઇ પણ પતિ આ પ્રકારના હેવાલને ચલાવી લેશે નહી. તેનુ કહેવુ છે કે જો તમારી પાસે બોલવા માટે કઇ નથી તો બોલવાના પ્રયાસો કરવા જોઇએ નહી. નેહા ધુપિયા ફરી એકવાર બોલિવુડમાં સક્રિય દેખાઇ રહી છે. હવે તે અભિનેત્રી તરીકે કામ કરી રહી નથી પરંતુ જુદા જુદા પ્રોજેક્ટ સાથે તે ચોક્કસપણે જોડાયેલી છે. ટીવી કાર્યક્રમોમાં પણ તે નજરે પડી રહી છે. નેહા ધુપિયાની છાપ સેક્સી સ્ટાર તરીકે શરૂમાં ઉભી થઇ ગઇ હતી.

Share This Article