નેહા ધુપિયાએ ક્રિકેટરના એક્ટર પુત્ર સાથે લગ્ન કર્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલમાં, બોલિવુડમાં લગ્નની મૌસમ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરના હાથની મહેંદી હજૂ સૂકાઇ પણ નથી અને નેહા ધુપિયા પણ લગ્નના તાંતણે બંધાઇ ગઇ છે.

neha dhupia angad bedi

નેહા ધુપિયા ક્રિકેટર બિશન સિંહ બેદીના પુત્ર અંગદ બેદી સાથે ફેરા ફરી લગ્નનાં તાંતણે બંધાઇ ગઇ છે. આ બાબતે નેહા અને અંગદે પોતાના લગ્નનો ખુલાસો ઇંસ્ટાગ્રામ પર કર્યો છે. અંગદ બેદી ક્રિકેટર બિશન સિંહ બેદીનો પુત્ર છે અને અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પિંકમાં જોવા મળ્યો હતો.

બોલિવુડ અભિનેત્રી નેહા ધુપિયાનો જન્મ ૨૭ ઓગસ્ટ, ૧૯૮૦માં થયો હતો. નેહાએ બોલિવુડ સિવાય તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. નેહાએ મ્યૂઝિક વીડિયો યુફોરિયામાં પણ કામ કર્યું છે. નેહાએ ૨૦૦૩માં મિસ ઇંડિયાની સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હાલમાં, નેહા એમટીવી શો રોડિઝમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ તસવીરમાં બન્ને ગુલાબી અને સફેદ વેડિંગ ડ્રેસમાં ખૂબ જ પ્રસન્ન દેખાઇ રહ્યાં છે. છેલ્લાં કેટલાંક સમયથી વેડિંગ ડ્રેસમાં પેસ્ટલ કલરનો ટ્રેંડ ચાલી રહ્યો છે. અનુષ્કા પછી હવે નેહાએ પણ પેસ્ટલ પિંક વેડિંગ આઉટફીટ પહેરવાનું પસંદ કર્યું, જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ લગ્ન વિધિ પંજાબી રિવાજોથી સંપન્ન કરવામાં આવી. ઘણાં બધા બોલિવુડ સિતારાઓ તેમને ટ્વીટ કરી શુભેચ્છાઓ પાઠવી છે.

ટીમ ખબરપત્રી પણ નેહા અને અંગદને સુખી લગ્ન જીવન માટે સુભેચ્છા પાઠવી રહી છે.

Share This Article